મનીષ સિસોદિયાના ઘરે CBIની રેડ, દિલ્હી-એનસીઆર સહિત 21 સ્થળે કાર્યવાહી

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિલ્હીઃ ડેપ્યુટી સી.એમ. મનીષ સિસોદીયાએ ટ્વીટ કરી જાણકારી આપી છે કે CBI આવી છે, એનું હું સ્વાગત કરુ છું. અમે કટ્ટર ઈમાનદાર લોકો છીએ, લાખો બાળકોના ભવિષ્યનું નિર્માણ કરીએ છીએ. તેવામાં આ ઘણું દુર્ભાગ્યપુર્ણ છે કે અમારા જેવા સારા કાર્યો કરતા લોકોને જ હેરાન કરવામાં આવે છે. આના કારણે જ ભારત દેશ નંબર-1 બની શક્યો નથી. તમને જણાવી દઈએ કે CBIની દિલ્હી-એનસીઆરમાં 21 સ્થળો પર કાર્યવાહી ચાલી રહી છે. નોંધનીય છે કે મનીષ સિસોદિયાનો ઉલ્લેખ એક દિવસ અગાઉ વિશ્વસ્તરિય અખબારમાં પણ કરાયો હતો. તેવામાં શુક્રવારે CBIની રેડ પડતા પંજાબના મુખ્યમંત્રી ભડક્યા છે.

મનીષ સિસોદિયાએ કહ્યું છે કે લોકો દિલ્હીના શિક્ષણ અને સ્વાસ્થ્યના શાનદાર કામથી હેરાન થઈ ગયા છે. તેથી જ દિલ્હીના આરોગ્ય મંત્રી અને શિક્ષા મંત્રીની ધરપકડ કરવામાં આવી છે. જેના કારણે શિક્ષા અને સ્વાસ્થ્યના સારા કામોને રોકવામાં આવે. સિસોદિયાએ કહ્યું હતું કે અમારા બંને પર ખોટા આક્ષેપો લાગી રહ્યા છે. કોર્ટમાં સત્ય સામે આવવું જોઈએ.

ADVERTISEMENT

દેશમાં સારા શિક્ષણ માટે મારુ કામ ન રોકી શકો- સિસોદિયા
મનીષ સિસોદિયાએ કહ્યું કે અમે CBIનું સ્વાગત કરીએ છીએ. તપાસમાં પણ સંપૂર્ણ સહાયતા કરીશું જેથી સત્ય સામે આવી શકે. અત્યારસુધી મારા પર ઘણા કેસ કરાયા છે પરંતુ કઈ મળી શક્યું નથી. આમાથી પણ કઈ નહીં નીકળે. દેશમાં સારા શિક્ષણ માટે મારુ કામ તમે રોકી ન શકો.

ADVERTISEMENT

CBIની કાર્યવાહી પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે દિલ્હીનું શિક્ષણ અને સ્વાસ્થ્ય મોડલ આખા વિશ્વમાં ચર્ચિત છે. આને કેન્દ્ર સરકાર રોકવા માગે છે. એટલે જ દિલ્હીના સ્વાસ્થ્ય અને શિક્ષણ મંત્રીઓના સ્થાને દરોડા પાડવામાં આવે છે. 75 વર્ષમાં જેણે પણ દેશના માટે સારુ કરવાનો પ્રયત્ન કર્યો છે, એને રોકવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે. આના જ કારણે ભારત પાછળ રહી ગયું છે.

ADVERTISEMENT

ભગવંત માનની પ્રતિક્રિયા વાઈરલ
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું કે ભારતના સારા એવા શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાને વિશ્વસ્તરીય અખબારના ફ્રન્ટ પેજ પર સ્થાન મળ્યું હતું. અને 1 દિવસના અંતરમાં જ મોદીજીએ તેમના ઘર પર CBIની રેડ પાડી દીધી છે. આવી રીતે ભારત આગળ કેમનું વધશે.

    follow whatsapp

    ADVERTISEMENT