LoC પર બની રહ્યા છે બંકર, ખોદાઇ રહી છે સુરંગો, ભારત વિરુદ્ધ પાક.ની મદદ કરે છે ચીન

ADVERTISEMENT

China with Pakistan
China with Pakistan
social share
google news

નવી દિલ્હી : પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં (PoK) પોતાની ગતિવિધિઓ વધારવા અને ભારતને ઘેરવા માટે ચીન મિત્ર રાષ્ટ્રપાકિસ્તનની દરેક શક્ય મદદ કરી રહ્યું છે. પાકિસ્તાન સાથે મળીને ચીન લાઇન ઓફ કંટ્રોલ પર સંરક્ષણના મુળભુત ઢાંચાને તૈયાર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તે ન તો માત્ર પાકિસ્તાનને ડ્રોન અને લડાયક વિમાન પુરા પાડી રહ્યા છે પરંતુ એલઓસી પર કમ્યુનિકેશન ટાવર લગાવવા અને અંડરગ્રાઉન્ડ કેબલ્સ બિછાવવામાં પણ મદદ કરી રહ્યું છે.

સૈન્ય અધિકારીઓનું કહેવું છે કે, પીઓકેમાં ચીન પાકિસ્તાન આર્થિક ગલિયારા (CPEC) અને હાઇડ્રલ યોજનાઓના નિર્માણ હેઠળ પાકિસ્તાનની મદદ કરી રહ્યું છે. ચીની સૈનિક અને એન્જિનિયર એલઓસી પર અંડરગ્રાઉન્ડ બંકરોના નિર્માણમાં પાકિસ્તાનની સેનાની મદદ કરી રહ્યા છે. પાકિસ્તાની સેનાએ અધિકારીક રીતે આ અંગે મૌન સાધી રાખ્યું છે પરંતુ ગુપ્તચર એજન્સીઓને આ અંગેની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.

હાલમાં જ ચીનમાં બનેલી 155 એમએમની ટ્રકથી ચાલતી હોવિત્ઝર તોપો એસએચ-15 ને એલઓસી પર કેટલાક સ્થળો પર દેખાઇ રહી છે. તેને ગત્ત વર્ષે પાકિસ્તાન દિવસની પરેડમાં પણ તેનું પ્રદર્શન કરાયું હતું. જાન્યુઆરી 2022 માં ચીને પાકિસ્તાનની સાથે આ 236 તોપોની સમજુતી કરી હતી.

ADVERTISEMENT

PoK માં ખોદવામાં આવી રહી છે સુરંગ
અધિકારીઓના અનુસાર ચીની નિષ્ણાંતો પીઓકેમાં લીપા વૈલીમાં સુરંગો ખોદી રહ્યા છે. સાથે જ ઓલ વેધર રોડનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જેથી કારાકોરમ હાઇવે સુધી સરળતાથી પહોંચી શકાય. અત્રે ઉલ્લેખનીય છે કે, 2007 માં ચીનની એક દુરસંચાર કંપનીએ પાકિસ્તાનમાં એક ટેલિકોમ કંપનીનું અધિગ્રહણ કર્યું હતું. આ કંપની પર ચાઇના મોબાઇલ કોમ્યુનિકેશન કોર્પોરેશનનો હક છે. 2007 માં ચીનની એક દુરસંચાર કંપનીએ પાકિસ્તાનની એક ટેલિકોમ કંપનીનું અધિગ્રહણ કરી લીધું હતું અને ચાઇના મોબાઇલ પાકિસ્તાન બની ગઇ હતી.

ગત્ત વર્ષે ઓગસ્ટમાં પાકિસ્તાન ટેલીકોમ્યુનિકેશન ઓથોરિટીએ નેક્સ્ટ જનરેશન મોબાઇલ સર્વિસના વિસ્તારને મંજૂરી આપી હતી. તે સમયે ભારતે ગિલગિટ અને બાલટિસ્તાનમાં ચીનની હાજરીનો વિરોધ કર્યો હતો. ભારત અને પાકિસ્તાન 25 ફેબ્રુઆરી, 2021 થી સંઘર્ષવિરામનું પાલન કરી રહી છે.

ADVERTISEMENT

પાકિસ્તાન સદાબહાર દોસ્ત હોવાનો દાવો કરતા ચીને પાકિસ્તાનને હથિયારોની સપ્લાઇ પણ વધારી દીધી છે. ચીને પીઓકેમાં ભારત મકી સંપ્રભુતાનું ઉલ્લંઘન કરતા 2014 માં સીપીઇસી યોજના શરૂ કરી હતી. કરાકોરમ હાઇવેનો વિસ્તાર કરવા ઉપરાંત ચીને પોતાની જળવિદ્યુત યોજના અને અન્ય સંરક્ષણ માટે 36000 સુરક્ષા કર્મચારીઓને મોકલ્યા હતા. કોડાપલ્લીએ કહ્યું કે, ચીન પીઓકેમાં ગામોને પણ વસાવી રહ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT