બ્રિટનના ગૃહમંત્રી સુએલા બ્રેવરમેનને પદ પરથી હટાવાયા, PM ઋષિ સુનકનો મોટો નિર્ણય

ADVERTISEMENT

gujarattak
social share
google news

Suella Braverman: બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે ભારતીય મૂળના નેતા સુએલા બ્રેવરમેનને દેશના ગૃહમંત્રી પદેથી હટાવી દીધા છે.બીબીસીએ જણાવ્યું છે કે, મંત્રીઓની ટોચની ટીમમાં ફેરબદલ ચાલી રહ્યો છે. ગૃહમંત્રી સુએલાને પદ પરથી હટાવવા પાછળનું કારણ તેમનું વિવાદાસ્પદ નિવેદન માનવામાં આવી રહ્યું છે. તેમણે એક અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં લંડન પોલીસને પેલેસ્ટાઈન સમર્થક ગણાવી હતી. આ મામલે યુદ્ધવિરામ દિવસ પર લંડરના રસ્તાઓ પર યોજાયેલી માર્ચ સાથે સંબંધિત છે. જેમાં પોલીસે પેલેસ્ટાઈન સમર્થકોની માર્ચમાં વિક્ષેપ પાડનારા ઈઝરાયલ સમર્થકોની ધરપકડ કરી હતી.

પોલીસની કામગીરી પર ઉઠાવ્યા હતા સવાલ

બ્રિટનના આંતરિક બાબતોના મંત્રી અને ભારતીય મૂળના બ્રિટિશ નેતા સુએલા બ્રેવરમેનને તણાવ ભડકાવવા અને વિવાદાસ્પદ ભાષણ આપવાના આરોપસર બરતરફ કરવામાં આવ્યા છે. બ્રેવરમેને શનિવારના દિવસે યોજાયેલી માર્ચ દરમિયાન પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા

શું છે સમગ્ર મામલો?

ગયા શનિવારે લગભગ 30 હજાર લોકોએ લંડનના રસ્તાઓ પર પેલેસ્ટિનિયનોના સમર્થનમાં રેલી કાઢી હતી. આ રેલી સંસદ સુધી કાઢવામાં આવી હતી. આ દરમિયાન ઈઝરાયલના સમર્થકો પણ રસ્તા પર આવી ગયા હતા. બંને પક્ષો વચ્ચે મારામારી થઈ હતી. પોલીસે આ ઘટના પર કાર્યવાહી કરીને લગભગ 100 લોકોની ધરપકડ કરી હતી.

ADVERTISEMENT

નિવેદનની થઈ હતી ટીકા

સુએલા બ્રેવરમેન આ માર્ચ પર નિવેદન આપ્યું હતું કે લંડન પોલીસ પેલેસ્ટિનિયન સમર્થકોની જેમ વર્તી રહી છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે, પોલીસ માત્ર ઈઝરાયલનું સમર્થન કરતા લોકોની ધરપકડ કરી છે. તેમના નિવેદનની ઘણી ટીકા થઈ હતી.

સુએલા બ્રેવરમેનના નિવેદનની ટીકા

સુએલા બ્રેવરમેને માર્ચ દરમિયાન પોલીસે જે રીતે તોફાનીઓ સામે પગલા ભર્યા તેને લઈને સવાલો ઉઠાવ્યા હતા. સુએલા બ્રેવરમેનના જણાવ્યા અનુસાર, પોલીસે પ્રદર્શકારીઓ સામે વધુ કડક પગલા ભરવાની જરૂર હતી. તેમના આ નિવેદન બાદ સુનક સરકાર પર તેમને (સુએલા બ્રેવરમેન) મંત્રી પદ પરથી હટાવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.સુએલા બ્રેવરમેનના નિવેદન બાદ સુનક સરકાર પર તેઓને પદ પરથી હટાવવા માટેનું દબાણ સતત વધી રહ્યું હતું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT