શ્વાસ થંભાવતી મેચ! ધોનીની ટીમને વિશાળ સ્કોર પણ ન બચાવી શક્યો

ADVERTISEMENT

Chennai lose the match
Chennai lose the match
social share
google news

અમદાવાદ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 માં, શિખર ધવનની આગેવાની હેઠળની પંજાબ કિંગ્સે (PBKS) 9 મેચમાં તેમની 5મી જીત નોંધાવી છે. નવમી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્નસને (CSK) 4 વિકેટથી પરાજીત કર્યું હતું. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપવાળી ચેન્નાઈની ટીમની આ સતત બીજી હાર છે. જો કે મહત્વની વાત છે કે, IPL ઈતિહાસની 999 મી મેચ હતી. મેચમાં પંજાબની ટીમ 201 રનના લક્ષ્યનો પીછો કરવા માટે ઉતરી હતી. તેણે આ મેચ 6 વિકેટ ગુમાવીને જીતી લીધી હતી. પ્રભસિમરન સિંહે મેચમાં 24 બોલમાં 42 રનની ઇનિંગ રમી હતી. જ્યારે લિયામ લિવિંગસ્ટોને 24 બોલમાં 40 રનની તોફાની ઇનિંગ રમી હતી. ચેન્નાઈ તરફથી તુષાર દેશપાંડેએ સૌથી વધુ 3 અને રવિન્દ્ર જાડેજાએ 2 વિકેટો ઝડપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, મેચમાં ચેન્નાઇ સુપરકિંગ્સના કેપ્ટન ધોનીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો હતો. ત્યાર બાદ ટીમે 4 વિકેટના નુકસાને 200 રન બનાવ્યા હતા. ચેન્નાઇના સ્ટાર ઓપનર ડેવોન કોનવેએ 52 બોલમાં 92 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 1 સિક્સ અને 16 ફોર ફટકારી હતી. આ ઉપરાંત ઋતુરાજ ગાયકવાડે 37 અને શિવમ દુબેએ 28 રન બનાવ્યા હતા. ચેન્નાઇ ચેપોક સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં પંજાબની ટીમના અસ્દીપ સિંહ, સિંકર રઝા, રાહુલ ચહર અને સેમ કરને 1-1 વિકેટ ઝડપી હતી.

બંન્ને ટીમની વિકેટ અપડેટ
પહેલી વિકેટ: શિખર ધવનની પડી હતી 28 રન (50/1, 4.2 ઓવર)
બીજી વિકેટ: પ્રભસિમરન સિંહની પડી હતી 42 રન (81/2, 8.3 ઓવર)
ત્રીજી વિકેટ: અથર્વ તાઈડેની પડી હતી 13 રન (94/3, 10.2 ઓવર)
ચોથી વિકેટ: લિયામ લિવિંગસ્ટોનની પડી હતી 40 રન (151/4, 15.5 ઓવર)
પાંચમી વિકેટ સેમ કરનની પડી હતી 29 રન (170/4, 17.1 ઓવર)

ADVERTISEMENT

ચેન્નઈની વિકેટ અપડેટ
પહેલી વિકેટ: ઋતુરાજ ગાયકવાડની પડી હતી, 37 રન (86/1, 9.4 ઓવર)
બીજી વિકેટ: શિવમ દુબેની પડી હતી, 28 રન (130/2, 13.6 ઓવર)
ત્રીજી વિકેટ: મોઈન અલીની પડી હતી, 10 રન (158/3, 16.1 ઓવર)
ચોથી વિકેટ: રવિન્દ્ર જાડેજાની પડી હતી, 12 રન (185/4, 19.1 ઓવર)

    follow whatsapp

    ADVERTISEMENT