BREAKING: Gyanvapi કેસમાં હિન્દુ પક્ષના હકમાં મોટો નિર્ણય, કોર્ટે વ્યાસ ભોંયરામાં પૂજા-પાઠનો અધિકાર આપ્યો
Gyanvapi Case: વારાણસી જિલ્લા અદાલતે (Varanasi Court) હિન્દુ પક્ષના હકમાં મોટો નિર્ણય સંભળાવ્યો છે. હિંદુ પક્ષને જ્ઞાનવાપીના (Gyanvapi) વ્યાસ ભોંયરામાં પૂજા કરવાનો અધિકાર આપવામાં આવ્યો…
ADVERTISEMENT
Gyanvapi Case: વારાણસી જિલ્લા અદાલતે (Varanasi Court) હિન્દુ પક્ષના હકમાં મોટો નિર્ણય સંભળાવ્યો છે. હિંદુ પક્ષને જ્ઞાનવાપીના (Gyanvapi) વ્યાસ ભોંયરામાં પૂજા કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. કોર્ટે જિલ્લા વહીવટીતંત્રને 7 દિવસમાં બેરિકેડિંગની વ્યવસ્થા કરવા આદેશ આપ્યો છે. આ ભોંયરું મસ્જિદની નીચે છે.
વ્યાસ ભોંયરામાં હવે નિયમિત પૂજા થશે
હવે અહીં નિયમિત પૂજા થશે. આ પૂજા કાશી વિશ્વનાથ ટ્રસ્ટ બોર્ડ દ્વારા કરવામાં આવશે. હિન્દુ પક્ષે તેને મોટી જીત ગણાવી છે અને 30 વર્ષ બાદ ન્યાય મળ્યો હોવાનો દાવો કર્યો છે. નવેમ્બર 1993 સુધી અહીં પૂજા થતી હતી.
હિન્દુ પક્ષની અરજી પર કોર્ટે આપ્યો ચુકાદો
આપને જણાવી દઈએ કે, વારાણસીના જ્ઞાનવાપી પરિસરમાં સ્થિત વ્યાસ ભોંયરામાં પૂજા કરવાના અધિકારની માંગ કરતી શૈલેન્દ્ર કુમાર પાઠકની અરજી પર ગઈ કાલે સુનાવણી બાદ જિલ્લા ન્યાયાધીશે આદેશ સુરક્ષિત રાખ્યો હતો. જેના પર આજે નિર્ણય આવ્યો છે.
ADVERTISEMENT
1993 પહેલા મસ્જિદના ભોંયરામાં થતી હતી પૂજા
આ મામલામાં હિંદુ પક્ષનો દાવો છે કે નવેમ્બર 1993 પહેલા તત્કાલીન રાજ્ય સરકારે વ્યાસ ભોંયરામાં પૂજા કરવાનું બંધ કરી દીધું હતું. જેને ફરી શરૂ કરવાનો અધિકાર મળવો જોઈએ. તે જ સમયે, મુસ્લિમ પક્ષે પૂજા સ્થળ અધિનિયમને ટાંકીને અરજીને બરતરફ કરવાની માંગ કરી હતી. પરંતુ કોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દીધી હતી અને હિન્દુ પક્ષને જ્ઞાનવાપીના વ્યાસ ભોંયરામાં પૂજા કરવાનો અધિકાર આપ્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT