અમેરિકી વૈજ્ઞાનિકોએ લેબમાં બનાવી દીધો સૌથી ખતરનાક કોરોના વાયરસ, ઉહાપોહ થતા શરૂ થઈ તપાસ

ADVERTISEMENT

corona
corona
social share
google news

નવી દિલ્હીઃ દુનિયાના ઘણા દેશોમાં કોરોનાના નવા વેરિએન્ટને લઈને ફેલાઈ રહેલા ખૌફ વચ્ચે બોસ્ટન યુનિવર્સિટીની લેબમાં થયેલી રિસર્ચે પુરી દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે. બોસ્ટન યુનિવર્સિટીની લેબએ આવો આર્ટિફિશિયલ કોવીડ-19 વાયરસ તૈયાર કરવાનો દાવો કર્યો છે, જે કોરોનાના તમામ વેરિએન્ટ કરતાં ઘાતક અને તેનો મૃત્યુ દર 80 ટકા સુધીનો છે. બોસ્ટન યુનિવર્સિટીની આ સ્ટડી જેવી જ જાહેર થઈ, તેના પર વિવાદ શરૂ થઈ ગયો છે. ક્રિટિક્સનું કહેવું છે કે લેબમાં થયેલી એક ભુલથી દુનિયામાં એક નવી મહામારી ફેલાઈ શકે છે. હવે અમેરિકાના આરોગ્ય વિભાગે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે.

NIHએ શું કહ્યું?
નેશનલ ઈન્સટીટ્યૂટ ઓફ હેલ્થે ફાઈનાન્શિયલ ટાઈમ્સને કહ્યું કે, તેના અધિકારીઓએ આ બાબતની તપાસ શરૂ કરી દીધી છે કે શું આંશિક રુપથી અમેરિકી સરકારની તરફ ફંડની જતી આ સ્ટડીને આગળ વધારવા પહેલા વધુ જીણી તપાસ થવી જોઈતી હતી.

આ વાયરસ કરતાં ઓમિક્રોન પણ ઓછો ઘાતક
ઉલ્લેખનીય છે કે, આ સ્ટડીની શરૂઆતી તપાસમાં શોધકર્તાઓએ ચીનની વુહાન લેબથી નિકળેલા કોવીડ-19 ના અસલી સ્ટ્રેનને ઓમિક્રોનના સ્પાઈક પ્રોટીન સાથે ભેળવવામાં આવ્યો હતો. સ્ટડીમાં સામે આવ્યું કે લેબમાં બનેલા આ આર્ટિફિશિયલ વાયરસની સામે ઓમિક્રોન ઓછો ઘાતક સાબિત થયો છે.

ADVERTISEMENT

ઉંદરો પરના સંશોધનમાં ચોંકાવનારું તારણ
સંશોધકોએ ઉંદરો પર આ સંશોધન કર્યું હતું. લેબમાં બનાવેલા વાયરસથી સંક્રમિત 80 ટકા ઉંદરો મૃત્યુ પામ્યા. જોકે, વિવાદ વધ્યા પછી, યુનિવર્સિટી લેબ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, તે કૃત્રિમ વાયરસનું એવું પરીક્ષણ કરવામાં આવ્યું નથી કે તે વાસ્તવિક સ્ટ્રેન કરતાં વધુ ઝડપથી ફેલાય છે કે નહીં.

સરકારી નાણાંનો ખર્ચ
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ (NIH) કહે છે કે આ સંશોધન માટે સંશોધકોએ સરકારી નાણાં ખર્ચ કરી રહ્યા હતા, તેમ છતા આ અભ્યાસને આગળ લઈ જતાં પહેલાં કોઈ સમીક્ષા કરવામાં આવી ન હતી. NIHના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ખતરનાક વાયરસને લગતા પ્રયોગો માટે સરકારી માર્ગદર્શિકા અનુસાર આ સંશોધનની સમીક્ષા જરૂરી હતી કે કેમ તે નક્કી કરવા માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ આ બાબતની તપાસ કરી રહી છે. તે જ સમયે, બોસ્ટન યુનિવર્સિટીએ કહ્યું કે આ મામલે NIHને એલર્ટ કરવાની કોઈ જરૂર નથી, કારણ કે સરકાર સંશોધન માટે સીધું ભંડોળ આપતી નથી, પરંતુ તેનો ઉપયોગ સાધનો અને તકનીકમાં થાય છે.

ADVERTISEMENT

તમામ જરૂરી પ્રોટોકોલ સાથે સંશધનઃ બોસ્ટન યુનિ.
બોસ્ટન યુનિવર્સિટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વૈજ્ઞાનિકો અને સ્થાનિક સભ્યોની બનેલી સંસ્થાકીય જૈવ સુરક્ષા સમિતિ દ્વારા સંશોધનની સમીક્ષા કરવામાં આવી હતી અને તેને મંજૂરી આપવામાં આવી હતી. આ સાથે બોસ્ટન પબ્લિક હેલ્થ કમિશને પણ આ સંશોધનને મંજૂરી આપી છે. પ્રવક્તાએ વધુમાં કહ્યું કે અમે તમામ જરૂરી જવાબદારીઓ અને પ્રોટોકોલ સાથે આ સંશોધન પૂર્ણ કર્યું છે.

ADVERTISEMENT

સંશોધનને લઈને ઉઠ્યા સવાલો
બોસ્ટન યૂનિવર્સિટીની લેબમાં તૈયાર કરાયેલા આ રિસર્ચને લઈને પણ વિવાદ અને ચર્ચા છેડાઈ છે. ઘણા વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ સંશોધન ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે, કારણ કે આકસ્મિક રીતે ચેપ ફેલાવાનું જોખમ રહેલું છે, જે નવી મહામારીને જન્મ આપી શકે છે. યુએસની એક ગુપ્તચર એજન્સી પણ માને છે કે આ જ રીતે કોવિડ-19 વાયરસ ચીનના વુહાનમાં આવેલી લેબમાંથી નીકળ્યો હોવો જોઈએ.

    follow whatsapp

    ADVERTISEMENT