દિલ્હીની શાળાઓમાં બોમ્બની અફવાઓ પર હાઈકોર્ટની નોટિસ, પોલીસ પાસે જવાબ માગ્યો
સંજય શર્મા.નવી દિલ્હીઃ દિલ્હીની શાળાઓમાં બોમ્બની અફવાનો મામલો દિલ્હી હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. કોર્ટે આ મામલામાં નોટિસ ઈશ્યૂ કરીને દિલ્હી સરકાર તથા પોલીસને જવાબ આપવા…
ADVERTISEMENT
સંજય શર્મા.નવી દિલ્હીઃ દિલ્હીની શાળાઓમાં બોમ્બની અફવાનો મામલો દિલ્હી હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. કોર્ટે આ મામલામાં નોટિસ ઈશ્યૂ કરીને દિલ્હી સરકાર તથા પોલીસને જવાબ આપવા કહ્યું છે. સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે આવી ઘટનાઓ ડરાવનારી હોય છે. આવી ઘટનાઓ સાથે લડવા એક કાર્ય યોજના બનાવવાની જરૂરત છે.
IPL 2023ની ફાઇનલમાં આ બંને ભાઈની થશે ટક્કર? આ રીતે રચાશે ઇતિહાસ
DPSમાં બોમ્બની અફવાનો ઉલ્લેખ
દિલ્હીની શાળાઓમાં બોમ્બની અફવાને લઈને મામમલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. કોર્ટે આવી ઘટનાઓથી લડવા માટે એક યોગ્ય કાર્ય યોજના બનાવવાની જરૂર હોવાનું કહેવા સાથે દિલ્હી પોલીસ, શાળાઓ તથા સરકારને નોટિસ આપી જવાબ માગ્યો છે. દિલ્હી હાઈકોર્ટે ખાનગી શાળાના સંગઠનોને પક્ષકાર બનાવતા અરજી પર નોટિસ ઈશ્યૂ કરી છે. દિલ્હી હાઈકોર્ટે મામલાની આગામી સુનાવણી 31 જુલાએ કરવાનું નક્કી કર્યું છે. હાઈકોર્ટે પોલીસ પાસે આવી અફવાઓ સામે યોગ્ય કાર્યવાહી સુનિશ્ચિત કરવાને લઈને કાર્ય યોજના પ્રસ્તુત કરવા કહ્યું છે. વકીલ અર્પીત ભાર્ગવે દિલ્હી હાઈકોર્ટમાં આ મામલામાં અરજી દાખલ કરી છે. અરજીમાં મથુરા રોડ સ્થિત દિલ્હી પબ્લીક સ્કૂલમાં બોમ્બની અફવાનો ઉલ્લેખ કરાયો છે. અરજીમાં એ પણ કહેવામાં આવ્યું છે કે તેમનું સંતાન પણ સ્કૂલમાં ભણે છે. બોમ્બની અફવાની યોજના એક વિદ્યાર્થી દ્વારા ફક્ત મનોરંજન માટે કરવામાં આવી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT