Saif Ali Khan in Hospital: હોસ્પિટલમાં એડમિટ થયો સૈફ અલી ખાન, ઘુંટણની સર્જરી, ખંભામાં પણ ફ્રેક્ચર
Saif Ali Khan in Hospital: બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન વિશે મોટા સમાચાર સામે આવ્યા છે. અભિનેતાને આજે સવારે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં…
ADVERTISEMENT
Saif Ali Khan in Hospital: બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન વિશે મોટા સમાચાર સામે આવ્યા છે. અભિનેતાને આજે સવારે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ તેના ઘૂંટણ અને ખભામાં ફ્રેક્ચર થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે તેના ઘૂંટણ પર સર્જરી કરવામાં આવી છે. જો કે, સૈફ કેવી રીતે ઘાયલ થયો તેની માહિતી હજુ સુધી ઉપલબ્ધ નથી. હોસ્પિટલમાં સૈફ સાથે તેની અભિનેત્રી પત્ની કરીના કપૂર ખાન પણ હાજર છે.
ફિલ્મના શૂટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો સૈફ?
સૈફ અલી ખાન હાલમાં સાઉથની ફિલ્મ દેવરામાં કામ કરી રહ્યો છે. આમાં તે બહિરાનું પાત્ર ભજવી રહ્યો છે. આ ફિલ્મમાં જુનિયર એનટીઆર લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં જ્હાન્વી કપૂર પણ છે. આ ફિલ્મમાં જબરદસ્ત એક્શન જોવા મળશે. શક્ય છે કે આ ફિલ્મના શૂટિંગ દરમિયાન સૈફ અલી ખાન ઈજાગ્રસ્ત થયો હોય, પરંતુ સાચું કારણ હજુ સામે આવ્યું નથી.
હોસ્પિટલે હજુ સુધી કોઈ નિવેદન જારી કર્યું નથી
તમને જણાવી દઈએ કે હજુ સુધી સૈફ અલી ખાનની સર્જરીને લઈને કોકિલાબેન હોસ્પિટલ તરફથી કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. તેમજ સૈફ અલી ખાન અને કરીના કપૂરે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર તેમની ઇજાઓ વિશે કોઈ અપડેટ આપી નથી.
ADVERTISEMENT
શૂટિંગ દરમિયાન ઘણી વાર ઈજા થઈ
તમને જણાવી દઈએ કે સૈફ અલી ખાન શૂટિંગ દરમિયાન ઘણી વખત ઘાયલ થયો છે. સૈફ અલી ખાનને 2016માં ફિલ્મ ‘રંગૂન’ના શૂટિંગ દરમિયાન અંગૂઠામાં ઈજા થઈ હતી, જે બાદ તેની સર્જરી કરાવવી પડી હતી. આ પહેલા સૈફ ‘ક્યા કહેના’ના એક્શન સીનના શૂટિંગ દરમિયાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. બાઇક પર સ્ટંટ દરમિયાન સૈફ લપસી ગયો અને તેના માથામાં ઇજા થઇ. જે બાદ તેમને ઘણા દિવસો સુધી હોસ્પિટલમાં દાખલ રહેવું પડ્યું હતું.
ADVERTISEMENT