સાવધાન!: બોમ્બની જેમ ફૂટી શકે છે ગીઝર, ક્યારેય ન કરતા આ 3 ભૂલો

ADVERTISEMENT

gujarattak
social share
google news
Geyser Blast: શિયાળાની ઋતુમાં ગીઝરનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ એક ભૂલના કારણે તમને મોટું નુકસાન પણ થઈ શકે છે. આ કારણે તમારે ગીઝરનો ઉપયોગ કરતી વખતે ખૂબ જ સાવધાની રાખવી જરૂરી છે. ઘણી વખત એવું જોવા મળે છે કે ગીઝરમાં બ્લાસ્ટ પણ થાય છે. તેથી આજે અમે તમને સુરક્ષિત રહેવા માટેની કેટલીક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ. જેને તમારે જરૂર અપનાવવી જોઈએ.

સતત ઓન રાખવું

ગીઝરનો ઉપયોગ કર્યા પછી તેને બંધ કરવું પણ જરૂરી છે. ઘણી વખત એવું જોવા મળે છે કે ઓટો-કટ સપોર્ટ હોવાને કારણે લોકો તેને બંધ કરતા નથી. જેના કારણે તમને ચોક્કસપણે નુકસાન થઈ શકે છે. સાથે જ આનાથી ગીઝરમાં બ્લાસ્ટ થવાનો ખતરો પણ બન્યો રહે છે. આવી સ્થિતિમાં તે ખૂબ જ જરૂરી છે કે ગીઝરનો ઉપયોગ કર્યા બાદ તમે ગીઝરને બંધ કરી દો.

વાયરિંગ ચેક

ગીઝરના વાયરિંગની પણ સમયાંતરે તપાસ કરવી જોઈએ. સ્પાર્કિંગને કારણે પણ ગીઝરને નુકસાન થઈ શકે છે. તેથી થોડા-થોડા સમયે અથવા શિયાળોની સિઝન શરૂ થયા તે પહેલા તેના વાયરિંગને ચેક કરાવવું જરૂરી છે. કારણ કે ગીઝરને કારણે વીજ વાયરો પર ઘણો લોડ આવે છે અને તેને અવગણવાથી પ્રોડક્ટને નુકસાન પણ થઈ શકે છે.

રીપેરીંગ

ગીઝર રિપેર કરાવવાનું પણ ટાળવું જોઈએ. એલિમેન્ટને રિપેર કરાવવું પણ જોખમી બની શકે છે. જો ગીઝર બગડે તો નવું લગાડવાનો પ્રયાસ કરવો જોઈએ. જો તમારા ગીઝરનો ઘણો ઉપયોગ થાય છે તો તમારે બિલકુલ પણ રિસ્ક ન લેવું જોઈએ.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT