Gujarat લોકસભામાં ભાજપ કરશે ક્લિન સ્વિપ, તમામ 26 સીટો કરશે કબ્જે
અમદાવાદ : દેશમાં આગામી થોડા મહિનાઓમાં વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણી આયોજીત થવા જઇ રહી છે. 5 રાજ્યોમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણીનું આયોજન થવા જઇ…
ADVERTISEMENT
અમદાવાદ : દેશમાં આગામી થોડા મહિનાઓમાં વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણી આયોજીત થવા જઇ રહી છે. 5 રાજ્યોમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણીનું આયોજન થવા જઇ રહ્યું છે. બીજી તરફ લોકસભા ચૂંટણીનું આયોજન 2024 માં કરવામાં આવશે. તેવામાં India Tv એ મતદાતાઓના વિચારોને જાણવા માટે એક પોલ કર્યો હતો.
India tv-CNX દ્વારા કરાયેલા Opinion Poll નું ચોંકાવનારુ પરિણામ
India tv-CNX Opinion Poll : દેશના પાંચ રાજ્યોમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે. જ્યારે વર્ષ 2024 માં લોકસભા ચૂંટણી થવાની છે. તેવામાં રાજનીતિક પાર્ટીઓ દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવાયા છે. આ ચૂંટણીની સીઝનમાં India Tv-CNX એ ઓપિનિયન પોલ દ્વારા જનતાના મંતવ્ય માંગ્યા હતા. આ અગાઉ જુલાઇ મહીનામાં India TV-CNX દ્વારા ઓપિનિયન પોલનું આયોજન કર્યું હતું.
ગુજરાત વડાપ્રધાન મોદીને નિરાશ નહી કરે
ગુજરાત અંગે આ ઓપિનિયન પોલના પરિણામ ભાજપ દ્વારા કરવામાં આવેલા દાવા અનુસારના હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાત ફરી એકવાર નિરાશ નહી કરે. ગુજરાતના સૌથી લાંબા સમય સુધી (2001-2014) મુખ્યમંત્રી રહેનાર નરેન્દ્ર મોદી પ્રત્યે ગુજરાતીઓનો પ્રેમ હજી પણ અકબંધ છે. ગુજરાતમાં જો આજે જ ચૂંટણી થાય તો ભાજપ 61 ટકા વોટ શેર સાથે તમામ 26 બેઠકો પર કબ્જો કરશે. આ સાથે જ તે તમામ સીટો જીતવાની હેટ્રીક પણ કરશે. કોંગ્રેસને 28 ટકા મત મળે તેવી શક્યતા છે. જ્યારે આમ આદમી પાર્ટી 8 ટકા મત મેળવશે. જો કે બંન્નેમાંથી એક પણ પાર્ટી એક પણ સીટ પ્રાપ્ત નહી કરી શકે.
ADVERTISEMENT
2019 ગુજરાત લોકસભા ચૂંટણીના પરિણામ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રહેલી NDA સરકાર આ વખતે પણ ગુજરાતમાં ઇતિહાસ રચવા માટે તૈયાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 2019 ની લોકસભા ચૂંટણી સમયે પણ ભાજપે તમામ સીટો કબ્જે કરી હતી. ગુજરાતમાં કોંગ્રેસને 2019 માં પણ શરમજનક પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
ભાજપે 156 સીટોની ઐતિહાસિક જીત પ્રાપ્ત કરી
બીજી તરફ 2022 માં આયોજીત વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપ 156 જેટલી ઐતિહાસિક ધારાસભા જીતીને પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવી હતી. જ્યારે મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસના ભાગે માત્ર 17 જ્યારે નવી લોન્ચ થયેલી આમ આદમી પાર્ટીના ભાગે માત્ર 5 સીટો જ આવી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT