Rahul Gandhi નો આસામમાં મોટો દાવો, ‘આગામી ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ ભારે અંતરથી જીતીશું’
Bharat Jodo Nyay Yatra: હાલ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આસામના જમુગુરીઘાટમાં પહોંચી છે. આ વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે…
ADVERTISEMENT
Bharat Jodo Nyay Yatra: હાલ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આસામના જમુગુરીઘાટમાં પહોંચી છે. આ વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે આ યાત્રા પર કથિત રીતે ભાજપના સમર્થકોએ હુમલો કર્યો હતો. આ સિવાય રાહુલ ગાંધીએ ભાજપની સરકાર પર મોટા આરોપ લગાવ્યો હતો.
આગામી ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ ભારે અંતરથી જીતીશું : રાહુલ ગાંધી
વિશ્વનાથ ચરિયાલીમાં એક જનસભામાં રાહુલ ગાંધીએ આજે કહ્યું કે, ભાજપના નેતૃત્વ હેઠળની સરકાર ન્યાય યાત્રામાં સામેલ ન થવા લોકોને ધમકી આપી રહી છે અને યાત્રા રૂટ પરના કાર્યક્રમોને મંજૂરી આપવાનો પણ ઈન્કાર કરી રહી છે. BJP ધમકી આપી રહી છે, પરંતુ લોકો તેનાથી ડરતા નથી. તેમણે દાવો કર્યો કે, આગામી ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ ભારે અંતરથી જીતીશું.
કોંગ્રેસનો મોટો દાવો
સિવાય પણ કોંગ્રેસે એવો દાવો કર્યો હતો કે આસામના સોનિતપુર જિલ્લામાં ભાજપ કાર્યકર્તાઓ દ્વારા ભારત જોડો ન્યાય યાત્રામાં સામેલ પાર્ટીના વરિષ્ઠ નેતા જયરામ રમેશની કાર અને કેમેરા ક્રૂ પર હુમલો કર્યો હતો.
ADVERTISEMENT
ભારત જોડો ન્યાય યાત્રાનો આજે ચોથો દિવસ
તમને જણાવી દઈએ કે આસામમાં ભારત જોડો ન્યાય યાત્રાનો આજે ચોથો દિવસ છે. જે બિસવંત જિલ્લાથી સોનિતપુર થઈને નાગાંવ જઈ રહી છે. આ કથિત હુમલો રાહુલ ગાંધી નાગાંવ જિલ્લાના કાલિયાબોરમાં રેલીને સંબોધિત કરે તે પહેલા થયો હતો.
કેવી રીતે બની ઘટના
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના સંચાર સંયોજક મહિમા સિંહે કહ્યું કે, આ વિસ્તારમાં ભાજપનો કાર્યક્રમ યોજાઈ રહ્યો હતો અને કેટલાક મીડિયાકર્મીઓ તેની તસવીરો લેવા માટે તેમના વાહનોમાંથી નીચે ઉતર્યા હતા. તેઓએ ભયજનક પરિસ્થિતિનું નિર્માણ કર્યું. વધુમાં તેમણે જાણકારી આપી કે, જયરામ રમેશ અને અન્ય કેટલાક લોકોને લઈ જતી કાર જમુગુરીઘાટ નજીક યાત્રામાં સામેલ થવા જઈ રહી હતી ત્યારે તેના પર હુમલો થયો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT