બિહારમાં ભારે રાજકીય હલચલ, અચાનક રાજ્યપાલને મળવા પહોંચ્યા CM નીતિશ કુમાર

ADVERTISEMENT

gujarattak
social share
google news

બિહારમાં રાજકીય હલચલ મચી ગઈ છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર (nitish kumar) અચાનક બિહારના રાજ્યપાલને મળવા માટે રાજભવન પહોંચ્યા છે. મુખ્યમંત્રીની સાથે આ સમયે JDUના વરિષ્ઠ નેતા વિજય ચૌધરી પણ છે. રાજભવન પહોંચતા પહેલા સીએમ નીતિશ કુમાર એક સરકારી કાર્યક્રમમાં સામેલ થયા હતા. અહીંથી તેઓ સીધા રાજભવન પહોંચ્યા. એવું કહેવામાં આવી રહ્યું છે કે લગભગ અડધા કલાકથી સીએમ નીતિશ કુમારની રાજ્યપાલની સાથે બેઠક ચાલી રહી છે. જોકે, નીતિશ કુમારે શા માટે રાજ્યપાલની પાસે પહોંચ્યા છે, તેનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી.

અમિત શાહના નિવેદન બાદ અટકળો તેજ

નીતિશ કુમારના અચાનક રાજ્યપાલની પાસે પહોંચવાથી રાજકીય ગતિવિધિઓ એટલા માટે પણ વધી ગઈ છે, કારણ કે છેલ્લા કેટલાક સમયથી નીતિશ કુમારની NDAમાં વાપસીની અટકળો પણ લગાવવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક નિવેદન આપતાં આ અટકળો વધુ તેજ બની ગઈ. એક અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં અમિત શાહે જેડીયુ અને નીતિશ કુમારની એનડીએમાં વાપસીની સંભાવનાઓ પર ટિપ્પણી કરી હતી. તેમને પૂછવામાં આવ્યું હતું કે શું નીતિશ કુમાર માટે NDAના દરવાજા હજુ પણ ખુલ્લા છે? તેના જવાબમાં ગૃહમંત્રી શાહે કહ્યું- જો પ્રસ્તાવ આવશે તો અમે તેના પર વિચાર કરીશું.

INDIA ગઠબંધનનું કોઈ ભવિષ્ય નથી: ભાજપ નેતા

અમિત શાહના આ નિવેદન બાદ બિહારના રાજકીય વર્તુળોમાં JDU અને RJD વચ્ચેના સંબંધોમાં કડવાશ આવવાની ચર્ચાઓ થવા લાગી હતી. ત્યારે બિહાર બીજેપી નેતા સંજય સરોગીએ કહ્યું હતું કે, ‘હાલમાં નીતિશ કુમાર INDIA ગઠબંધનમાં કોંગ્રેસ, લાલુ અને તેજસ્વીની સાથે છે. INDIA ગઠબંધનનું કોઈ ભવિષ્ય નથી. જો નીતિશ કુમાર ભાજપની સદસ્યતા ગ્રહણ કરીને પાર્ટીમાં આવે છે, તો અમે તેમનું સ્વાગત કરવા માટે તૈયાર છીએ.’

ADVERTISEMENT

આ કાર્યક્રમ બાદ જ રાજ્યપાલની પાસે પહોંચ્યા નીતિશ કુમાર

    follow whatsapp

    ADVERTISEMENT