BCCIનો મોટો નિર્ણય, ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટ ધર્મશાલામાં નહીં યોજાય

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ બોર્ડ  ધર્મશાલા ટેસ્ટ માટે વૈકલ્પિક સ્થળ શોધી રહ્યું હતું અંતે બીસીસીઆઈને સફળતા મળી છે.  બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચ હવે ધર્મશાળામાં નહીં યોજાઇ.  ભારત-ઓસ્ટ્રેલિયા સીરિઝની ત્રીજી ટેસ્ટ  1 થી 5 માર્ચ દરમિયાન HPCA સ્ટેડિયમ ધર્મશાળામાં યોજાવાની હતી, તેને હવે ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં શિફ્ટ કરવામાં આવી છે.

હિમાચલના આ ક્ષેત્રમાં તીવ્ર શિયાળાને કારણે આઉટફિલ્ડમાં પૂરતું ઘાસ નથી અને તેને સંપૂર્ણ રીતે વિકસિત થવામાં હજુ ઘણા દિવસો લાગશે. આવી સ્થિતિમાં ધર્મશાળાની યજમાની ખતમ કરી દેવામાં આવી છે. BCCIની ટીમે 11 ફેબ્રુઆરીએ હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમનું નિરીક્ષણ કર્યું હતું. રવિવારે રજૂ કરવામાં આવેલ રિપોર્ટ ધર્મશાલાની તરફેણમાં ન હતો.

સ્થળ બદલવાનું આપ્યું આ કારણ
BCCIએ સ્થળ બદલવાનું કારણ આપતા જણાવ્યું કે, આ પ્રદેશમાં શિયાળાની કઠોર પરિસ્થિતિઓને કારણે, આઉટફિલ્ડમાં ઘાસની પૂરતી ડેન્સિટી નથી અને તેને સંપૂર્ણ રીતે વિકસિત થવામાં થોડો સમય લાગશે. તેવામાં અહીં સમયસર ત્રીજી ટેસ્ટ રમવી શક્ય નથી. તેથી વેન્યુ બદલીને ધર્મશાલાની જગ્યાએ ઇન્દોર કરવામાં આવ્યું છે.

ADVERTISEMENT

આ પણ વાંચો: વેલેન્ટાઈન્સ-ડે પર Hardik Pandya બીજી વખત લગ્ન કરવા જઈ રહ્યો છે! જાણો કોણ હશે તેની દુલ્હનિયા

ADVERTISEMENT

ભારત ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરિઝ 
1લી ટેસ્ટ (નાગપુર) – ભારત એક ઇનિંગ અને 132 રને જીત્યું
2જી ટેસ્ટ (દિલ્હી) – 17 થી 21 ફેબ્રુઆરી, 2023
ત્રીજી ટેસ્ટ (ઇન્દોર) – 1 થી 5 માર્ચ, 2023
ચોથી ટેસ્ટ (અમદાવાદ) – 9 થી 13 માર્ચ, 2023

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT