દિવાળીમાં ભરબજારે PI ને ગોળી મારી દેવાતા ચકચાર, પત્નીએ કર્યા ચોંકાવનારા ખુલાસા

ADVERTISEMENT

Firing on Police Inspector
Firing on Police Inspector
social share
google news

લખનઉ : યુપીની રાજધાની લખનઉમાં PAC ઇન્સપેક્ટર સતિશ સિંહની દિવાળીની રાત્રે તેમના ઘર બહાર ગોળી મારીને હત્યા કરી દેવાઇ હતી. પત્ની-પુત્રી સાથે સંબંધીના ઘરે રાત્રે જમણવાર કરીને આવ્યા બાદ ગાડીમાંથી ઉતરીને ઘરનો દરવાજો ખોલવા જઇ રહ્યા હતા ત્યારે ક્યાંક છુપાયેલા હત્યારાએ ગોળી છોડી અને ત્યાં જ તેમને વીંધી નાખ્યા હતા. સતિશ સિંહની પત્ની અને 10 વર્ષની પુત્રી કારમાં હતા. તેમના પર ઘાતક હુમલો થયો હતો.

ઇન્સપેક્ટર સતિશ સિંહની પત્નીના ચોંકાવનારા ખુલાસા

ઇન્સપેક્ટર સતિશ સિંહની પત્ની ભાવનાએ પતિની હત્યા બાદ કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે. ભાવનાએ આરોપ લગાવ્યો કે, સતીશના અનેક મહિલાઓ સાથે સંબંધ છે. સતીશ અનેક વખત મહિલાઓને ઘરે પણ લઇને આવતો હતો. થોડા સમય પહેલા તે એક છોકરીને ઘરે લઇને આવતો હતો. મારી દિકરીની નજર સામે પણ તે અનેક વખત લાવતો હતો. જેના કારણે પતિ-પત્ની વચ્ચે ઝગડો થયો હતો. તેમના સસરાએ મધ્યસ્થી કરી હતી.

દિવાળીની રાત્રે સતિશની હત્યા

પોલીસ માટે હવે સૌથી મોટો પડકાર છે કે, પત્ની ભાવનાના કહેવા પ્રમાણે વાત સાચી હોય તો તેમના બીજા કોઇની સાથે પણ દુશ્મની નહોતી. લગ્નેતર સંબંધના કારણે સતિશ સિંહની હત્યા થઇ હોઇ શકે છે. તેમના પત્ની પણ સ્વિકારી ચુક્યા છે કે, પતિને અનેક મહિલાઓ સાથે સંબંધ હતા. અનેક વાર અનેક મહિલાઓ ઘરે આવતી હતી. તેઓ મોડી રાત્રે 02.30 વાગ્યે જમીને પરત ફર્યા તો છુપાયેલા શખ્સોએ ગોળી મારી દીધી હતી.

ADVERTISEMENT

યુપીની રાજધાનીમા જ PI ની હત્યાથી ખળભળાટ

યુપીની રાજધાની લખનઉમાં પીએસી ઇન્સપેક્ટરની હત્યાથી ખળભળાટ મચી ગયો છે. હત્યા દિવાળીની રાત્રે 2.30 વાગ્યાની આસપાસ થઇ હતી. ઇન્સપેક્ટર કારમાંથી ઉતરીને ઘરનો દરવાજો ખોલ્યો તરત જ અજાણ્યા હુમલાખોરોએ તેના પર ફાયરિંગ કર્યું હતું. ગોળીનો અવાજ સાંભળી ઇન્સપેક્ટરના પત્ની અને પુત્રી ઘટના સ્થળે દોડી આવ્યા હતા. એક વ્યક્તિને દોડીને જતો પણ જોયો હતો. હાલ તો પોલીસ સમગ્ર મામલે ભારે ગુંચવાઇ છે.

    follow whatsapp

    ADVERTISEMENT