Bharat Jodo Nyay Yatra: ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન ફરી બબાલ, લાઠીચાર્જમાં કોંગ્રેસના અનેક નેતાઓ ઘાયલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Bharat Jodo Nyay Yatra Assam: રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા હાલ આસામ પહોંચી છે. આ યાત્રામાં આજે કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું કારણ કે પોલીસે કોંગ્રેસના લગભગ 5000 કાર્યકરોને ગુવાહાટી શહેરમાં જવા માટે અટકાવ્યા હતા. તેમને રોકવા માટે મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યું હતું, કોંગ્રેસીઓના હોબાળા બાદ પોલીસે લાઠીચાર્જ કર્યાના સમાચાર પણ મળી રહ્યા છે. પોલીસ કાર્યવાહીમાં કોંગ્રેસના અનેક નેતાઓ અને કાર્યકરો ઘાયલ પણ થયા છે.

ભારે હોબાળો, પોલીસ કાર્યવાહીમાં અનેક કોંગ્રેસ નેતાઓ ઘાયલ

કોંગ્રેસનું કહેવું છે કે પોલીસના લાઠીચાર્જમાં આસામ પ્રદેશ અધ્યક્ષ ભૂપેન કુમાર બોરા અને વિધાનસભામાં વિપક્ષના નેતા દેવબ્રત સૈકિયા પણ ઘાયલ થયા છે. પોલીસ પ્રશાસનનું કહેવું છે કે, આ કાર્યવાહી ત્યારે કરવામાં આવી જ્યારે કોંગ્રેસના કાર્યકરોએ ગુવાહાટી શહેરમાં પ્રવેશ રોકવા માટે લગાવવામાં આવેલા બેરિકેડ્સને હટાવવાનું શરૂ કર્યું. અગાઉ હિમંતા બિસ્વા સરમા સરકારે ગુવાહાટીના મુખ્ય માર્ગ પરથી કોંગ્રેસ યાત્રા કાઢવાની મંજૂરી આપી ન હતી. વહીવટીતંત્રે કહ્યું કે ગુવાહાટીમાં મંગળવાર કામકાજનો દિવસ હશે અને જો યાત્રાને જવા દેવામાં આવશે તો આખા શહેરમાં ટ્રાફિકની સમસ્યા સર્જાય શકે છે.

ADVERTISEMENT

કોંગ્રેસ અને ભાજપ વચ્ચે યાત્રાને લઈને ઘર્ષણ

આસામ સરકારે કહ્યું હતું કે, કોંગ્રેસે ગુવાહાટીના મુખ્ય માર્ગ પર જવાને બદલે નેશનલ હાઈવે તરફ જવું જોઈએ. કોંગ્રેસના કાર્યકરોને રાષ્ટ્રીય ધોરીમાર્ગ 27 લેવાનું કહેવામાં આવ્યું હતું, જે ગુવાહાટીના રિંગ રોડ જેવું છે. કૂચમાં ભાગ લેનારા કોંગ્રેસના લોકોએ કહ્યું કે વહીવટીતંત્રે વાહિયાત કારણોસર ગુવાહાટીમાં પ્રવેશવાની મંજૂરી આપી નથી. આ રીતે મંગળવારે ફરી એકવાર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે યાત્રાને લઈને ઘર્ષણ સર્જાયું હતું. અગાઉ સોમવારે પણ જ્યારે સંઘર્ષ શરૂ થયો હતો. કોંગ્રેસનું કહેવું છે કે, હિમંતા બિસ્વા સરમાની સરકાર રાહુલ ગાંધીની મુલાકાતથી ડરી ગઈ છે અને તેમને રોકવા માંગે છે. આસામમાં અમારી એન્ટ્રી થઈ ત્યારથી દેશના સૌથી ભ્રષ્ટ મુખ્યમંત્રી સતત અમારા કાફલા પર હુમલા કરી રહ્યા છે. આ માટે ગુંડાઓનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

    follow whatsapp

    ADVERTISEMENT