મારી મીડિયા છાપનું સત્ય જાણવા માગો છો?- રાહુલ ગાંધીએ કહ્યું કેમ તેમની છબી ખરડાઈ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હીઃ કોંગ્રેસે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા અને રાજનૈતિક ભાષણોમાં તેમના શરૂઆતના અને તે પછીના દિવસોને મામલે એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેમણે ટાઈટલ આપ્યું છે કે મારી મીડિયા છબી કેમ ખરડાઈ છે. તેમનું આ વીડિયોમાં કહેવું છે કે જ્યારે હું નવો નવો રાજનીતિમાં આવ્યો ત્યારે મીડિયા દરેક વખતે મને કવર કરતી હતી. મારી વાહવાહી કરતી હતી. જોકે જ્યારથી મેં આદિવાસીઓ માટે અને ખેડૂતો માટે બોલવાનું શરું કર્યું આખું ચિત્ર બદલાઈ ગયું. મીડિયાએ મારા વિરુદ્ધ બોલવાનું શરૂ કરી દીધું.

બે મુદ્દા મેં ઉઠાવ્યા અને મીડિયા મારી વિરુદ્ધ થયુંઃ રાહુલ ગાંધી
તેમણે આ વીડિયો જાહેર કરતાં લખ્યું છે કે, મારી મીડિયા છાપનું ખરું સત્ય જાણવા માગો છો? તેમણે કહ્યું કે શરુમાં તો મીડિયામાં ઘણી વાહવાહી થતી હતી. જ્યારે મેં બે મુદ્દા ઉઠાવ્યા એક નિયમગીરી અને બીજો ભટ્ટા પરસૌલ. જમીનનો પ્રશ્ન ઉઠાવ્યો અને ગરીબ લોકોના અધિકારોનું રક્ષણ કરવાનું શરૂ કર્યું તે પછી સમસ્ત મીડિયાએ તમાશો શરૂ કરી દીધો. અમે આદિવાસઓ માટે પૈસા એક્ટ અને તેમના જમીનના હક માટે કાયદાઓ લાવ્યા પછી મીડિયાએ મારા વિરુદ્ધ બોલવાનું શરુ કરી દીધું.

ADVERTISEMENT

ભાજપ લોકોને મળેલી જમીનો પાછી મહારાજાઓને આપી રહી છેઃ રાહુલ ગાંધી
ભારતની જે મિલકતો પહેલા મહારાજાઓ પાસે હતી તે બંધારણ દ્વારા લોકોને આપવામાં આવી હતી, પરંતુ ભાજપ તેનાથી ઉલટું કરી રહી છે. ભાજપ જમીન સંપત્તિઓને પાછી મહારાજાઓને આપી રહી છે. ભાજપે મારી છાપ ખરાબ કરવા માટે હજારો કરોડ રૂપિયા ખર્ચ્યા છે પરંતુ હું માનું છું કે તે મને વધુ શક્તિ આપે છે. કારણ કે સત્ય દબાતું નથી. જ્યારે મારા પર વ્યક્તિગત હુમલો થયો છે ત્યારે હું સાચા માર્ગ પર આગળ વધ્યો છું. તેમણે ઓડિશામાં વેદાંતાના ખનન અભિયાન માટે નિયમગીરી જમીન સંપાદનનો વિરોધ કર્યો હતો અને તેને ગેરકાયદે ગણાવ્યો હતો. યુપીમાં ભટ્ટા પરસૌલમાં વર્ષ 2011માં જમીન સંપાદનને લઈને ખેડૂતોનો વિરોધ હતો. માયાવતી સરકાર સામે ખેડૂતોના વિરોધ પ્રદર્શનમાં રાહુલ ગાંધીએ ભાગ લીધો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT