ચીનમાં હાહાકાર મચાવનાર BF7 વેરિયન્ટનાં 2 કેસ ગુજરાતમાં નોંધાયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

વડોદરામાં : રાજ્યમાં NRI મહિલાને કોરોનાનો નવો વેરિયન્ટ હોવાનું સામે આવ્યું. સુભાનપુરામાં એનઆરઆઇ મહિલાને કોન્ટેક્ટ ટ્રેસિંગ આવતા આ કેસ સામે આવ્યો છે. વડોદરામાં 3 કોન્ટેક્ટ ટ્રેસિંગના નવા કેસ નોંધાયા છે. ચીનમાં કોરોનાના હાહાકાર વચ્ચે ગુજરાતમાં પણ ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે.

અમદાવાદ-વડોદરામાં નવા વેરિયન્ટના 2 નવા કેસ નોંધાયા
અમદાવાદ અને વડોદરામાં નવા વેરિયન્ટના 2 નવા કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. ઓમિક્રોન BF 7 કેસો નોંધાતા કોરોના તંત્ર દોડતું થયું છે. ગોતામાં 57 વર્ષના પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો વડોદરાના સુભાનપુરામાં પણ કોરોનાના બે કેસ નોંધાયા હતા. જો કે હજી આ અંગે પુરતી માહિતી રાહ જોવાઇ રહી છે.

મહિલા અમેરિકાથી આવ્યાના અઠવાડીયા બાદ કોરોના પોઝિટિવ
વડોદરામાં અમેરિકાથી પરત ફરેલી મહિલાને એક અઠવાડીયા બાદ તાવ આવતા કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ પોઝિટિવ આવી હતી. જીનોમ સિકવન્સીંગમાં પણ તેને BF7 પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. ગુજરાત સરકારે આ વાતને કન્ફર્મ કરી છે. આ ઉપરાંત ગત્ત મહિને અમદાવાદના ગોતામાં આવેલા એક પુરૂષને પણ BF7 પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં આ પ્રકારે કુલ 2 કેસ નોંધાયા છે. વડોદરામાં મહિલાનાં કોન્ટેક્ટમાં આવેલા અન્ય 2 લોકો પણ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT