મહિલા થઇને આવું… લોકસભામાં મહુઆ મોઇત્રા પર ભડક્યા ભાજપ સાંસદ, સદન ખોરવાયું

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી : લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન પશ્ચિમ બંગાળની સત્તાધારી તૃણમુલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ કેન્દ્ર સરકાર, પીએમ મોદી અને ભારતીય જનતા પાર્ટી પર ભારે હુમલો કર્યો હતો. મહુઆ મોઇત્રાના સંબોધન દરમિયાન સત્તા પક્ષના સાંસદ વચ્ચે આવી ગયા અને આસનને નામિત કરવાની ચેતવણી આપવી પડી હતી. મહુઆની સ્પીચ ખતમ થયા બાદ પણ સત્તા પક્ષના સભ્યોએ હોબાળો શરૂ કરી દીધો હતો.

સત્તાપક્ષના સાંસદોએ ભારે હોબાળો કર્યો
સત્તાપક્ષના સભ્યોએ મહુઆની વિરુદ્ધ તેમ કહેતા મોર્ચો ખોલી દીધો હતો. સત્તાપક્ષના સભ્યોએ તેમ કહેતા હોબાળો કરવા લાગ્યા કે એક મહિલા સભ્ય હોવા છતા આ પ્રકારની વાત તેઓ કઇ રીતે કરી શકે છે. સત્તપક્ષના સભ્યોએ મહુઆનું સંબોધન સમાપ્ત થયા બાદ ભારે હોબાળો કર્યો હતો. સત્તાપક્ષના સભ્ય મહુઆ સાથે પોતાના નિવેદન માટે માફીની માંગ કરી હતી.

મોઇત્રાએ માફી માંગવાનો સ્પષ્ટ રીતે ઇન્કાર કર્યો
મહુઆએ મોઇત્રાએ માફી માંગવાનો ઇન્કાર કરી દીધો હતો. આસન પરથી વારંવાર સત્તા પક્ષના સભ્યોને સમજાવવાનો પ્રયા કરવામાં આવ્યો કે તેઓ શાંત રહ્યા. આ શબ્દોને કાર્યવાહીમાંથી હટાવી દેવામાં આવશે પરંતુ સત્તા પક્ષના સાંસદો માન્યા નહોતા. આસન પરથી તે પણ કહેવાયું કે, તેઓ સ્પીકરના સંજ્ઞાનમાં આપવામાં આવતાની સાથે જ યોગ્ય કાર્યવાહી માટે સંસદીય કાર્યમંત્રીને પણ કહેવામાં આવશે.

ADVERTISEMENT

પ્રહલાદ જોશીએ તમામ ટિપ્પણીઓ હટાવવા આદેશ આપ્યો
આસન તરફથી અંતે સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોશીએ આ અંગે યોગ્ય કાર્યવાહી માટે કહેવામાં આ્યું. સંસદીય કાર્યમંત્રીએ મહુઆ મોઇત્રા તરફથી કરવામાં આવેલી વાતને વિવાદાસ્પદ ગણાવાઇ અને કહ્યું કે, તેમને માફી માંગવી જોઇએ. તેમણે એવું પણ કહ્યું કે, જો તેઓ માફી નહી માંગે તો તેના કારણે તેમની પાર્ટીની સંસ્કૃતિ વિશે ખબર પડે છે. સંસદીય કાર્યમંત્રીએ આ મુદ્દે ટીએમસી સંસદીય દળના નેતા સાથે વાત કરવાની વાત કહી હતી. ત્યાર બાદ સત્તા પક્ષના સભ્યો શાંત થયા અને લોકસભાની કાર્યવાહી ફરીથી શરૂ થઇ. આ પહેલા મોઇત્રાએ કેન્દ્ર સરકારને દેશના લોકોને ટોપી પહેરાવનારી સરકાર ગણાવી અને રાહુલ ગાંધી મુદ્દે ભાજપ તરફથી કરાયેલા હુમલા અંગે પણ નારાજગી વ્યક્ત કરી હતી.

પેગાસસ,બીબીસી ડોક્યુમેન્ટ્રી અને રાફેલ ડીલનો ઉલ્લેખ કર્યો
મહુઆ મોઇત્રાએ સત્તાધારી ગઠબંધન પર હુમલો કરતા કહ્યું કે, અમે પેગાસસ, બીબીસી ડોક્યુમેન્ટ્રી અથવા રાફેલ ડીલનો ઉલ્લેખ નથી કર્યો. તેમનું આટલું કહેતાની સાથે જ સત્તાપક્ષના સાંસદોએ વિરોધમાં હોબાળો શરૂ કરી દીધો હતો. મહુઆ મોઇત્રાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, નાણામંત્રી અને ગૃહમંત્રીને પણ ઘેર્યા હતા. અદાણીને મિસ્ટર એ કહીને સંબોધિત કર્યા હતા. મહુઆ મોઇત્રા પર ભડકેલા ભાજપના સાંસદોએ હોબાળો શરૂ કરતા તેમની સામે આવી ગયા. મોઇત્રાએ ત્યાર બાદ પોતાનુ સંબોધન ચાલુ રાખ્યું. તેમણે કહ્યું કે, ભારતની પ્રાઇડ કોઇ બિઝનેસમેન નથી. દેશના સંવૈધાનિક સ્ટ્રક્ચર સાથે જોડાયેલો છે. મોઇત્રાએ દેશની એજન્સીઓ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. દેશની એજન્સીઓ પર સવાલ ઉઠાવ્યા અને સરકાર પર પણ શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યુ કે, મે આ મુદ્દે 2019 માં જ સવાલો ઉઠાવ્યા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT