Ayodhya Ram Mandir: અમેરિકાથી લઈને બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને ફ્રાન્સ સુધી… રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને વિશ્વભરમાં જશ્નનો માહોલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Ram Mandir Inauguration: અયોધ્યાના રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની આખી દુનિયા આતુરતાથી રાહ જોઈ રહી છે. વિશ્વભરના રામભક્તોમાં ભારે ઉત્સાહ અને ભક્તિની લહેર છે. રામલલાના ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહની માત્ર ભારત જ નહીં, પરંતુ અમેરિકાથી લઈને ઓસ્ટ્રેલિય, મોરેશિયસ અને નેપાળ સહિત વિશ્વભરના લાખો રામ ભક્તો અયોધ્યામાં રામલલાના બિરાજમાન થવાનો જશ્ન માનવી રહ્યા છે. રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા અમેરિકામાં કેલિફોર્નિંયામાં 1100થી વધુ લોકોએ રામમંદિરના તસવીરવાળા ભગવા ધ્વજ લગાવીને વિશાળ કાર રેલી કાઢી હતી.

અમેરિકામાં 300 સ્થળોએ લાઈવ પ્રસારણ

આ રેલીનું આયોજન બી એરિયાના 6 સ્વયંસેવક હિન્દુઓએ કર્યું હતું. રેલી સનીવેલથી વાર્મ સ્પ્રિંગ બીઆરટી સ્ટેશન, ગોલ્ડન ગેટ સુધી કાઢવામાં આવી હતી. ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહનું અમેરિકામાં લગભગ 300 સ્થળો પર લાઈવ પ્રસારણ કરવામાં આવી રહ્યું છે, જેમાં ન્યુ યોર્કનું આઇકોનિક ટાઈમ્સ સ્ક્વેર પણ સામેલ છે. તો પેરિસના એફિલ ટાવર ખાતે પણ ઉજવણી કરવામાં આવી રહી છે. મોરેશિયસ, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ અને નેપાળમાં પણ લાઈવ પ્રસારણ કરવામાં આવી રહ્યું છે.

ADVERTISEMENT

પોલીસની ગાડીઓ પણ હતી સુરક્ષામાં તૈનાત

અમેરિકામાં શનિવારે સાંજે એક ભવ્ય ‘ટેસ્લા કાર લાઇટ શૉ’નું આયોજન કરવામાં આવ્યું હતું. વિશાળ રામ રથ સાથે કાઢવામાં આવેલી આ રેલીએ લગભગ 100 માઈલનું અંતર કાપ્યું હતું. આ દરમિયાન પોલીસની બે ગાડીઓ પણ સુરક્ષા માટે તૈનાત કરવામાં આવી હતી.

ઓસ્ટ્રેલિયામાં પણ કાઢવામાં આવી રેલી

અમેરિકાના ઘણા શહેરોમાં ભારતીય મૂળના લોકો દ્વારા મીઠાઈઓ વહેંચવામાં આવી રહી છે, જ્યારે મોરેશિયસમાં રસ્તાઓને શણગારવામાં આવ્યા છે અને ઓસ્ટ્રેલિયામાં પણ રેલી કાઢવામાં આવી રહી છે.

ADVERTISEMENT

ADVERTISEMENT

મંદિરોમાં પ્રગટાવવામાં આવી રહ્યા છે દીપ

મોરેશિયસમાં હિન્દુ સમુદાયના લોકો એક થઈ રહ્યા છે. તમામ મંદિરોમાં ‘દીપ’ પ્રગટાવવામાં આવી રહ્યા છે અને ‘રામચરિતમાનસ’ના પાઠ કરવામાં આવી રહ્યા છે. બ્રિટનમાં ભારતીય સમુદાયે લંડનમાં પણ કાર રેલીનું આયોજન કર્યું હતું.

    follow whatsapp

    ADVERTISEMENT