રાજસ્થાનમાં હિસ્ટ્રીશીટરને પકડવા ગયેલી પોલીસ પર ગ્રામજનોનો હુમલો, 6 પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત
ઉદયપુર: ગુરુવારે સાંજે ઉદયપુર જિલ્લાના આદિવાસી વિસ્તારમાં એક ગુનેગારને પકડવા ગયેલી પોલીસ પર ગ્રામજનોએ હુમલો કર્યો હતો. આ દરમિયાન બે ડઝનથી વધુ ગ્રામજનોએ પોલીસકર્મીઓ પર…
ADVERTISEMENT
ઉદયપુર: ગુરુવારે સાંજે ઉદયપુર જિલ્લાના આદિવાસી વિસ્તારમાં એક ગુનેગારને પકડવા ગયેલી પોલીસ પર ગ્રામજનોએ હુમલો કર્યો હતો. આ દરમિયાન બે ડઝનથી વધુ ગ્રામજનોએ પોલીસકર્મીઓ પર પથ્થરમારો કર્યો હતો અને ભાગવા જતા દરમિયાન છરી વડે હુમલો કર્યો હતો. ઉદયપુર પોલીસ રાનિયા ગેંગના હિસ્ટ્રીશીટરને પકડવા ગઈ હતી. આ ઘટનામાં SHO સહિત 6 પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં કોન્સ્ટેબલ મનોજની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.
હિસ્ટ્રીશીટરને પકડવા ગઈ હતી પોલીસ
ઘટનાની જાણકારી મળતા જ ઉદયપુર રેન્જ આઈજી અજય પાલ લાંબા પણ ઉદયપુરની એમ.બી હોસ્પિટલ પહોંચ્યા અને ઘાયલોને મળ્યા. IG અજય પાલ લાંબાએ જણાવ્યું કે, એસએચઓ ઉત્તમ સિંહ રાનિયા ગેંગના હિસ્ટ્રીશીટર ઠગને પકડવા માટે એક ગામમાં ગયા હતા. પોલીસને બાતમીદાર દ્વારા માહિતી મળી હતી, જેના કારણે પોલીસ ગામમાં પહોંચી હતી.
પોલીસને આરોપીના સંબંધીઓએ ઘેરીને હથિયારો છીનવી લીધા
જ્યારે પોલીસ બદમાશના ઘરે પહોંચી ત્યારે સંબંધીઓએ પોલીસને ચારે બાજુથી ઘેરી લીધી હતી અને રાઇફલ અને પિસ્તોલ સહિત અન્ય હથિયારો છીનવી લીધા હતા. આ દરમિયાન ગ્રામજનોએ પોલીસને માર મારીને હિસ્ટ્રીશીટરનો પીછો કર્યો હતો. જે બાદ ગ્રામજનોએ પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો. પોલીસકર્મીઓને છરી અને દંડા વડે ઘાયલ કર્યા હતા. આ દરમિયાન ગ્રામજનોએ ફાયરિંગનો પ્રયાસ પણ કર્યો હતો.
ADVERTISEMENT
આરોપી લૂંટ કેસમાં વોન્ટેડ હતો
ઉદયપુરના IG અજયપાલ લાંબાએ કહ્યું, માંડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લૂંટના કેસમાં, એવી માહિતી મળી હતી કે વોન્ટેડ ગુનેગારો આ વિસ્તારમાં પર્વતના ઢોળાવ પર બનેલા મકાનોમાં આવ્યા હતા. પોલીસને જોઈને આરોપીના સંબંધીઓએ પથ્થરમારો કર્યો હતો, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. આ દરમિયાન આરોપીઓએ છરી, લાકડીઓ વડે હુમલો કર્યો હતો અને ઘણી વખત ફાયરિંગ પણ કર્યું હતું. આરોપીઓના હુમલામાં એસએચઓ સહિત સાત પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. તેમણે કહ્યું કે પોલીસકર્મીઓ ઘાયલ થયા બાદ આરોપીઓએ એક SLR રાઈફલ અને પિસ્તોલ છીનવી લીધી અને બંને હથિયારો ગાયબ છે.
राजस्थान कांग्रेसी जंगलराज में बदमाश किसी को भी मार देंगे, गला काट देंगे, अपहरण कर लेंगे, पत्थरबाजी-दंगा कर देंगे! मंडुआ (उदयपुर) में आज थानेदार सहित 5 पुलिसकर्मियों को गोली लगी।
इस शासन में उन्मादियों को इतनी शह है कि पुलिस के हाथ बंधे से हैं, आमजन के साथ पुलिस भी असुरक्षित है। pic.twitter.com/yp8sMYmkTX
— Col Rajyavardhan Rathore (@Ra_THORe) April 27, 2023
ADVERTISEMENT
ભાજપ સાસંદે કર્યા કોંગ્રેસ પર પ્રહાર
આ સમગ્ર મામલે ભાજપ નેતા અને જયપુર ગ્રામ્યથી સાંસદ રાજ્યવર્ધન સિંહ રાઠોડે કોંગ્રેસને ઘેરી છે. તેમણે ઘટના પર ટ્વીટ કરતા કહ્યું કે, કોંગ્રેસી જંગલરાજમાં બદમાશ કોઈને પણ મારી નાખશે, ગળું કાપી નાખશે, અપહરણ કરી લેશે, પથ્થરમારો કરશે. મંડુઆ (ઉદયપુર)માં આજે સ્ટેશન ઈન્ચાર્જ સહિત 5 પોલીસકર્મીઓને ગોળી વાગી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT