અતીક ગેંગને મળ્યો નવો વારસદાર, આવતાની સાથે જ પ્રોપર્ટી ડીલર પાસે માંગ્યા 10 લાખની ખંડણી

ADVERTISEMENT

Atiq ahmed new gang
Atiq ahmed new gang
social share
google news

લખનઉ : કુખ્યાત માફિયા ડોન અતીક અહેમદના મોત બાદ હવે તેના ભત્રીજા જકાએ ગૈંગની કમાન સંભાળી લીધી છે. એટલું જ નહી તેઓ પ્રયાગરાજના તમામ વેપારીઓ પાસેથી ખંડણી માંગવા લાગ્યો છે. હાલમાં જ તેણે એક પ્રોપર્ટી ડીલર સાબિર હુસૈને 10 લાખની ખંડણી પણ માંગી છે. સાબિરની ફરિયાદ અંગે પ્રયાગરાજની પુરામુફ્તી પોલીસ સ્ટેશન તેની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. ગેંગમાં હવે અતીક અહેમદની મોટી બહેન શાહીન અને બહનોઇ મોહમ્મદ અહેમદ પણ સમાવેશ થયો છે.

ખંડણી માંગીને મારપીટ પણ કરી
આરોપ છે કે, ખંડણી નહી આપે તો આ લોકોએ પ્રોપર્ટી ડીલરની સાથે મારપીટ પણ કરી હતી. પુરામુફ્તી પોલીસ સ્ટેશનના અનુસાર આરોપીઓએ પહેલા સાબિરે ખંડણી માગં, સાબિરે પૈસા આપવાનો ઇન્કાર કર્યો તો તેની સાથે મારપીટ પણ કરી હતી. આ ઘટનામાં મુખ્ય આરોપીઓ સાથે અતીક ગેંગના જુના ગેંગસ્ટર વૈસ, મુમ્મિલ, શકીલ અને રાશિદ ઉર્ફે નીલુનો પણ સમાવેશ થાય છે. પોલીસે આ કેસમાં નામ કરતા તેને શોધવા માટે દરોડા પાડ્યા છે.

અતીક ગેંગ ખતમ નથી થઇ
પોલીસના અનુસાર અતીકની હત્યા બાદ એકવાર લાગ્યો તો હતો કે ગૈંગ ખતમ થઇ જશે, પરંતુ જકાએ આ ગેંગનો એકવાર ફરીથી ઉભી કરી લીધી છે. આ જેલમાં બંધ અતીકના બંન્ને પુત્રો પણ સંપર્કમાં છે. પોલીસના અનુસાર ગેંગ લીડર જકા અતીકની મોટી બહેન શાહીન અને તેના પતિ મોહમ્મદ અહેમદનો પુત્ર છે. પોલીસે તેની વિરુદ્ધ કેસ દાખલ કર્યા બાદ કેટલાક શંકાસ્પદ લોકોને કસ્ટડીમાં લઇ લીધા છે. પોલીસ તેની પુછપરછ કરી રહી છે.

ADVERTISEMENT

અતિકની પત્ની હજી પણ છે ફરાર
અત્રે ઉલ્લેખનીય છે કે, અતીક અહેમદની હત્યા બાદ મોટી બહેન શાહીને તેના બે કિશાર પુત્રોનું સંરક્ષણ માંગ્યું હતું. આ બંન્ને પુત્રો હાલ બાળ સંરક્ષણ ગૃહમાં છે. બાળ કલ્યાણ સમિતીએ શાહીનની અરજીના આધારે પ્રયાગરાજ પોલીસ પાસે રિપોર્ટ પણ માંગ્યો તો. જો કે પોલીસે રિપોર્ટ આપતા પહેલા પોલીસે શાહીનના પતિ મોહમ્મદ અહેમદ અને પુત્રી જેબાને કસ્ટડીમાંલઇ લીધઆ. હવે શાહીને પતિ અને પુત્રીને બિનકાયદેસર રીતે કસ્ટડીમાં રાખવાનો આરોપ લગાવીને કોર્ટમાં પહોંચી છે.

હાલ સમગ્ર મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે
ઉલ્લેખનીય છે કે, ઉમેશ પાલ શૂટઆઉટ કેસમાં પોલીસ અતીક અહેમદની પત્ની શાઇસ્તા પરવીન, નાના ભાઇ અશરફની પત્ની જેનબ ફાતિમા અને બહેન આયેશા નૂરીની સાથે તેમની બે પુત્રીઓ શોધી રહ્યા છે. આ મામલે બમબાજ ગુડ્ડુ સહિત અતિક અહેમદના અનેક શૂટર પણ હજી સુધી પોલીસની પકડથી દુર છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT