‘દયાબેન’ કેમ ફરી Tarak Mehta… માં પાછા આવવા નથી માગતા? પ્રોડક્યુસર અસિત મોદીએ કર્યો મોટો ખુલાસો

ADVERTISEMENT

gujarattak
social share
google news

મુંબઈ: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો’ ઘણા વર્ષોથી ટીવી પર પ્રસારિત થાય છે અને આજે પણ ચાહકો આ શો માટે ક્રેઝી છે. આ શોના તમામ કલાકારોની પોતાની અલગ ફેન ફોલોઈંગ છે, પરંતુ સિરિયલના સૌથી લોકપ્રિય પાત્રોમાં ‘દયાબેન’નું નામ કદાચ પ્રથમ લેવામાં આવશે! જેઠાલાલની પત્ની દયાબેનની ભૂમિકા અભિનેત્રી દિશા વાકાણી (Disha Vakani) દ્વારા ભજવવામાં આવી હતી અને જો કે તેણે શો છોડ્યાને ઘણા વર્ષો થઈ ગયા છે, તેમ છતાં લોકો હજુ પણ તેના પાત્રને યાદ કરે છે અને ચાહકોને આશા છે કે તે કદાચ આ પાત્રમાં પાછી આવશે.

દિશા વાકાણી કેમ શોમાં પાછા નથી આવી રહ્યા?
શું દિશા વાકાણી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પરત ફરી રહી છે? શું અભિનેત્રી અને નિર્માતા વચ્ચે તમામ મુદ્દાઓ ઉકેલાઈ ગયા છે? પ્રોડ્યુસર અસિત મોદીએ તાજેતરમાં શોમાં આ સવાલોના જવાબ આપ્યા છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જૂની ‘દયાબેન’ પરત ફરી રહી છે? તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા અસિત મોદીએ હાલમાં જ શોના તેમના પ્રિય પાત્ર ‘દયાબેન’ અંગે ચાહકોના પ્રશ્નોના જવાબ આપ્યા છે. અસિત મોદીએ કહ્યું કે, દયાબેન એટલે કે દિશા વાકાણી આ શોમાં કમબેક કરે, તે માત્ર ચાહકોની જ નહીં પરંતુ તેમની ઈચ્છા પણ છે પરંતુ તે થઈ રહ્યું નથી કારણ કે દિશા તેના બે બાળકો અને પરિવાર સાથે સમય પસાર કરવા માંગે છે. નિર્માતાનું કહેવું છે કે આવી સ્થિતિમાં તે તેમને દબાણ કરી શકે નહીં.

નવા ‘દયાબેન’ શોમાં આવશે?
આસિત મોદીએ એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં એમ પણ કહ્યું છે કે તેઓ નવી ‘દયાબેન’ની શોધમાં છે અને તેઓ દિશાને રિપ્લેસ કરવામાં ડરતા નથી. અસિત મોદી કહી રહ્યા છે કે આ પાત્રને બદલવું સરળ નથી અને તેથી જ તેઓ આટલો સમય લઈ રહ્યા છે; તે ઈચ્છે છે કે દિશાની જગ્યાએ જે પણ આવે તે પરફેક્ટ હોય અને ચાહકોને જૂની દયાબેનની ખોટ ન આવવા દે. અસિત મોદીને આશા છે કે તેમને શો માટે નવો ‘દયા’ ટૂંક સમયમાં મળશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT