Breaking News :જમ્મુ-કાશ્મીરમાં મોટો આતંકી હુમલો, 3 જવાન શહીદ અને 3 ઈજાગ્રસ્ત
jammu and kashmir attack : ગુરુવારે (21 ડિસેમ્બર) જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓએ આર્મી ટ્રક પર ગોળીબાર કર્યાના સમાચાર સામે આવ્યા છે. આ હુમલામાં સેનાના ત્રણ…
ADVERTISEMENT
jammu and kashmir attack : ગુરુવારે (21 ડિસેમ્બર) જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓએ આર્મી ટ્રક પર ગોળીબાર કર્યાના સમાચાર સામે આવ્યા છે. આ હુમલામાં સેનાના ત્રણ જવાનો શહીદ અને ત્રણ જવાનો ઈજાગ્રસ્ત થયાની જાણકારી મળી રહી છે. પછી, આ વિસ્તારમાં વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા હતા.
ટ્રક અને એક જીપ્સી સહિત સેનાના વાહનો પર ગોળીબાર કર્યો
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ સેનાની ગાડી પર ફાયરિંગ કર્યું હતું. રાજૌરી-થાનામંડી-સુરનકોટ રોડ પર સવાણી વિસ્તારમાં બપોરે 3.30 વાગ્યે સેનાની ગાડી પર હુમલો કરવામાં આવ્યો હતો.અધિકારીઓએ જણાવ્યું કે આતંકવાદીઓએ એક ટ્રક અને એક જીપ્સી સહિત સેનાના વાહનો પર ગોળીબાર કર્યો, જેમાં ત્રણ જવાનો ઘાયલ થયા.
આ વિસ્તારમાં હજુ એન્કાઉન્ટર ચાલુ છે
અધિકારીઓએ વધુમાં કહ્યું કે ગુપ્ત માહિતીના આધારે, પૂંછના સુરનકોટ વિસ્તારમાં સ્થિત ડેરા કી ગલી (DKG)માં બુધવાર (20 ડિસેમ્બર)ની રાત્રે સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં હજુ પણ એન્કાઉન્ટર ચાલુ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT