મણિપુર: ગુસ્સે ભરાયેલા લોકો ઉતર્યા મેદાને, કલાકોના ઘર્ષણ બાદ સેનાને12 ઉગ્રવાદીઓને મુક્ત કરવા પડ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

મણિપુર: રાજ્યમાં  છેલ્લા 2 મહિનાથી હિંસા ચાલી રહી છે. સૈન્ય દળો અને અર્ધલશ્કરી દળો સામે સ્થાનિક લોકો દ્વારા વિરોધ પ્રદર્શનના અહેવાલો પણ છે. વિરોધના કારણોસર પરિસ્થિતિ સુધારવા માટે સૈન્ય દળો દ્વારા ચલાવવામાં આવી રહેલા ઓપરેશનને અટકાવવું પડ્યું છે. આવો જ એક કિસ્સો શનિવારે પણ સામે આવ્યો છે, જ્યાં એક વિસ્તારમાં મહિલાઓની મોટી ભીડે સુરક્ષા દળોને ઘેરી લીધા હતા. આ રીતે ઘેરાયા બાદ સુરક્ષાદળોએ તેમનું સર્ચ ઓપરેશન રોકવું પડ્યું હતું. આ વિરોધને કારણે સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન દરમિયાન પકડાયેલા 12 ઉગ્રવાદીઓને પણ છોડવા  પડ્યા હતા.

ધરપકડ કરાયેલા 12 ઉગ્રવાદી ઓને છોડી દેવાની ફરજ પડી
આ વિશે માહિતી આપતા ભારતીય સેનાના સ્પીયર કોર્પ્સે કહ્યું કે, ‘સુરક્ષા દળોએ શનિવારે મણિપુરના ઈથમ ગામમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન દરમિયાન, KYKL (કાંગલી યાવોલ કન્ના લૂપ) બળવાખોર જૂથના 12 ધરપકડ કરાયેલા ઉગ્રવાદીઓને છોડવાની ફરજ પડી હતી. સ્પીયર કોર્પ્સે ટ્વિટર પર ઓપરેશનની નિષ્ફળતા અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું કે આ વિસ્તારમાં 1200-1500 મહિલાઓના ટોળાએ તેમને ઘેરી લીધા અને ઉગ્રવાદીઓને મુક્ત કરાવ્યા.

6ઠ્ઠી બટાલિયન પર હુમલાનો માસ્ટરમાઈન્ડ ઝડપાયો
સંરક્ષણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, સુરક્ષા દળોના વિશેષ ગુપ્ત માહિતીના આધારે, પૂર્વ ઇમ્ફાલ જિલ્લાના ઇથમ ગામમાં 24 જૂને ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં KYKLના 12 કેડરને હથિયારો, દારૂગોળો અને યુદ્ધમાં ઉપયોગમાં લેવાતી અન્ય ઘણી વસ્તુઓ સાથે પકડવામાં આવ્યા હતા. આમાં સ્વયંભૂ લેફ્ટનન્ટ કર્નલ મોઇરાંગથમ તાંબા ઉર્ફે ઉત્તમની ઓળખ થઈ હતી. આ એ જ વ્યક્તિ છે જે 2015માં ડોગરાની 6ઠ્ઠી બટાલિયન પર થયેલા હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો.

ADVERTISEMENT

મહિલાઓના ટોળાએ સુરક્ષા દળોને ઘેરી લીધા હતા
સત્તાવાર નિવેદનમાં ખુલાસો થયો છે કે આ વિસ્તારમાં સુરક્ષા દળોનું ઓપરેશન ચાલી રહ્યું હતું કે મહિલાઓ અને સ્થાનિક નેતાઓના નેતૃત્વમાં 1200 થી 1500 લોકોના ટોળાએ વિસ્તારને ઘેરી લીધો અને સુરક્ષા દળોને તેમનું ઓપરેશન ચાલુ રાખતા અટકાવ્યા. સુરક્ષા દળોએ વારંવાર અપીલ કરી પરંતુ તેઓ માન્યા નહીં. મામલાની સંવેદનશીલતા અને તોફાન વધવાની સંભાવનાને જોતા અધિકારીઓએ આ 12 સ્થાનિક નેતાઓને લોકોને સોંપવાનો નિર્ણય લીધો હતો.

શાંતિ સ્થાપવામાં સહકાર માટે અપીલ
આ ઘટના બાદ સુરક્ષા દળોએ તે વિસ્તાર છોડી દીધો હતો. ભારતીય સેનાએ મણિપુરના લોકોને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં અને શાંતિ પુનઃસ્થાપિત કરવામાં મદદ કરવા અપીલ કરી છે. આર્મીએ મણિપુરના લોકોને શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવા માટે કાયદો અને વ્યવસ્થા જાળવવા અપીલ કરી છે. કહ્યું કે સુરક્ષા દળોને મદદ કરો.

ADVERTISEMENT

હિંસામાં અત્યાર સુધીમાં 100 લોકોના મોત થયા છે
મણિપુરમાં અનામતને લઈને કુકી અને મેઈતેઈ સમુદાયો વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી હિંસક અથડામણ ચાલી રહી છે. બે સમુદાયો વચ્ચે પ્રથમ અથડામણ 3 મેના રોજ થઈ હતી, ત્યારબાદ રાજ્યના વિવિધ વિસ્તારોમાં સતત હિંસા થઈ રહી છે. જાતિ હિંસામાં અત્યાર સુધીમાં લગભગ 100 લોકોના મોત થયા છે. મણિપુરની લગભગ 53% વસ્તી મેઇતેઈ સમુદાયની છે, જેઓ ઈમ્ફાલ ખીણમાં રહે છે. જ્યારે, આદિવાસીઓ-નાગા અને કુકી વસ્તીના 40 ટકા છે અને ડુંગરાળ વિસ્તારોમાં રહે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT