Ram Mandir ટ્રસ્ટની અપીલઃ તમામ ભક્તો ભગવાન શ્રીરામની વાપસી પર બનાવે વીડિયો, સોશિયલ મીડિયા પર કરે પોસ્ટ
Ram Mandir: 22 જાન્યુઆરીએ ભગવાન શ્રીરામ મંદિરમાં બિરાજમાન થશે અને પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ પોતાના અંતિમ તબક્કામાં છે. આ વચ્ચે શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્રએ રામભક્તોને ખાસ…
ADVERTISEMENT
Ram Mandir: 22 જાન્યુઆરીએ ભગવાન શ્રીરામ મંદિરમાં બિરાજમાન થશે અને પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ પોતાના અંતિમ તબક્કામાં છે. આ વચ્ચે શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્રએ રામભક્તોને ખાસ અપીલ કરી છે કે તેઓ આ આયોજનને લઈને એક શોર્ટ વીડિયો બનાવીને પોતાના વિચાર અને લાગણીઓને વ્યક્ત કરે. ટ્રસ્ટે આ વીડિયોને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા પણ કહ્યું છે.
સો.મીડિયા પર પોસ્ટ કરીને અપીલ કરી
શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્રએ એક્સ (ટ્વિટર) પર એક પોસ્ટ લખી જાણકારી આપી છે કે પ્રભુ શ્રી રામ પોતાના જન્મસ્થળ પર પાંચ સદીઓ પછી પરત આવી રહ્યા છે. આ પાવન અવસરના સાક્ષી બનવા માટે સમગ્ર બ્રહ્માંડ આતુરતાપૂર્વક રાહ જઈ રહ્યું છે. ભગવાન શ્રી રામના સ્વાગતની ભવ્યતા વધારવા માટે અમે વિશ્વભરના તમામ રામભક્તોને એક નાના વીડિયોના માધ્યમથી આ ઐતિહાસિક ઘટના વિશે પોતાના વિચાર અને લાગણીઓને વ્યક્ત કરવા વિનંતી કરીએ છીએ. તમે આ વીડિયોને તમારા આખા નામ, સ્થળની સાથે #ShriRamHomecoming લખીને તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરી શકો છો. ચાલો આપણે બધા સાથે મળીને સામૂહિક રીતે એકતાના સૌથી મોટા શિલ્પી ભગવાન શ્રીરામના આગમનનો ઉત્સવ મનાવીએ.
ધાર્મિક અનુષ્ઠાનો અને વિધિઓનો કાર્યક્રમ શરૂ
તમને જણાવી દઈએ કે, 22 જાન્યુઆરીએ અયોધ્યામાં નવનિર્મિત મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ અવસરને વિશેષ અને ઐતિહાસિક બનાવવા અહીં ભવ્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે. રામ મંદિરના ઉદ્ઘાટનના એક સપ્તાહ પહેલા ધાર્મિક અનુષ્ઠાન અને વિધિઓનો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. ઉદ્ઘાટન સમારોહની વિધિ 16 જાન્યુઆરીથી શરૂ થઈ છે અને આગામી સાત દિવસ 22 જાન્યુઆરી સુધી ચાલશે.
22 જાન્યુઆરીએ યોજાશે પ્રાણ પ્રતિષ્ઠા
રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની મુખ્ય વિધિનો 22 જાન્યુઆરીએ બપોરે 12.20 વાગ્યે પ્રારંભ થશે. પ્રાણ પ્રતિષ્ઠાની આ પૂજા 40 મિનિટ સુધી ચાલશે. જે બાદ લગભગ 75 મિનિટ પીએમ મોદી, સીએમ યોગી, સંઘ પ્રમુખ મહોન ભાગવત સંદેશ આપશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસ આશીર્વાદ આપશે.
ADVERTISEMENT
ADVERTISEMENT