‘નસરુલ્લાહ મારી પસંદ અને કાનૂની શૌહર…’ અંજૂનું સોગંદવાનું, 100 ગ્રામ સોનામાં બની મુસ્લિમ

ADVERTISEMENT

gujarattak
social share
google news

મધ્ય પ્રદેશ: મધ્ય પ્રદેશના ગ્વાલિયરની રહેવાસી અંજુ થોમસે પાકિસ્તાનમાં તેના ફેસબુક ફ્રેન્ડ નસરુલ્લાહ સાથે લગ્ન કર્યા છે. ઇસ્લામ સ્વીકારતા પહેલા તેણે પોતાનું નામ ફાતિમા રાખ્યું હતું. તેણે આ કાનૂની લગ્ન પાડોશી દેશના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના અપર દીર જિલ્લાની કોર્ટમાં કર્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા નિકાહનામાના સોગંદનામામાં અંજુએ કહ્યું છે કે, તે પોતાની મરજીથી ઈસ્લામ ધર્મ અંગીકાર કરશે અને નસરુલ્લાહને તેનો કાયદેસર પતિ માને છે.

અંજુની એફિડેવિટમાં લખ્યું છે, “ફાતિમા, દુખ્તર અંજુ પુત્રી જી પ્રસાદ, ફ્લેટ નંબર 704, ટાવર એસ અલવર ટેરા એલિગન્સ, ભારત. મારું અગાઉનું નામ અંજુ હતું અને હું ખ્રિસ્તી ધર્મની હતી. મેં મારી સ્વતંત્ર ઇચ્છાથી ઇસ્લામ સ્વીકાર્યો છે. જેમાં કોઈની તરફથી કોઈ જબરદસ્તી સામેલ નથી, હું નસરુલ્લાને પસંદ કરું છું અને તેના માટે હું મારા દેશ ભારતથી પાકિસ્તાન આવી છું, સાક્ષીઓની સામે મેં નસરુલ્લાહના લગ્ન હક મેહર 10 તોલા સોના સાથે શરિયાહ પદ્ધતિથી કર્યા છે. નસરુલ્લાહ મારા કાનૂની પતિ છે. આ મારું નિવેદન છે, જે એકદમ સાચું છે. આમાં કશું છુપાયેલું નથી.

મલાકંદ ડિવિઝનના ડીઆઈજી નાસિર મહમૂદ સત્તીએ પણ અંજુ અને નસરુલ્લાના લગ્નની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે, ઇસ્લામ અંગીકાર કર્યા બાદ ભારતીય મહિલાનું નામ ફાતિમા રાખવામાં આવ્યું છે. વાસ્તવમાં, મંગળવારે અંજુ ઉર્ફે ફાતિમાના તેના પાકિસ્તાની પતિ સાથેના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. ડ્રોન કેમેરા વડે સુંદર ખીણોમાં શૂટ કરાયેલા વીડિયો આ કપલના પ્રી-વેડિંગ શૂટની પુષ્ટિ કરી રહ્યા છે. વાસ્તવમાં, વાયરલ વીડિયોમાં અંજુ ઉર્ફે ફાતિમા નસરુલ્લા સાથે નીલમ, સ્વાત, કાશ્મીર ઘાટી જેવી ખૂબ જ સુંદર જગ્યાઓ પર જોવા મળે છે. અંજુ ઉર્ફે ફાતિમા આ પર્યટન સ્થળોની મુલાકાત લેતી વખતે બુરખો પહેરે છે.

શું છે અંજુની સ્ટોરી?
ગયા પ્રસાદ થોમસ (62) મધ્યપ્રદેશના ગ્વાલિયરના ટેકનપુર વિસ્તારના વામન ગામમાં રહે છે. તેમને પાંચ દીકરીઓ અને એક દીકરો છે. તેમની મોટી પુત્રીનું નામ અંજુ છે. અંજુનો ઉછેર ઉત્તર પ્રદેશના જાલૌન જિલ્લાના માધૌગઢમાં તેના દાદા-દાદીના ઘરે થયો હતો. પિતા અને પિયર પક્ષે 17 વર્ષ પહેલા અંજુના લગ્ન બલિયા જિલ્લાના રહેવાસી અને હાલમાં રાજસ્થાનના ભીવાડી (અલવર)ના રહેવાસી અરવિંદ સાથે કર્યા હતા. લગ્ન બાદ બંનેને 2 બાળકો (13 વર્ષની પુત્રી અને 5 વર્ષનો પુત્ર) છે.

ADVERTISEMENT

રાજસ્થાનના ભીવાડીમાં અંજુના પતિ અરવિંદે જણાવ્યું કે, તેની પત્ની ગુરુવારે જયપુર જવાનું કહીને ઘરેથી નીકળી ગઈ હતી. પરંતુ બાદમાં પરિવારને ખબર પડી કે તે પાકિસ્તાનમાં છે. તેને આશા હતી કે અંજુ જલ્દી ઘરે પરત ફરશે. પરંતુ હવે, બધા આશ્ચર્યમાં છે કે તેણે ઇસ્લામ સ્વીકાર્યો અને લગ્ન કરી લીધા.

    follow whatsapp

    ADVERTISEMENT