અંજુ મારા માટે મરી ચૂકી છે, પાકિસ્તાનમાં લગ્ન બાદ પિતાએ વ્યક્ત કર્યું દર્દ

ADVERTISEMENT

Anju's Father about her Daughter
Anju's Father about her Daughter
social share
google news

નવી દિલ્હી : સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર મિત્રતા બાદ યુપીના કૈલોરની રહેવાસી અંજૂ પોતાના કથિત દોસ્ત નસરુલ્લાહને મળવા પાકિસ્તાન પહોંચી ગઇ હતી. જો કે અંજૂ વિઝા લઇને કાયદેસર રીતે પાકિસ્તાન ગઇ હતી. જો કે હવે તેણે ત્યાં ધર્મ બદલીને તે જ મિત્ર નસરુલ્લાહ સાથે લગ્ન કરી લીધઆ છે. અંજુએ ધર્મ પરિવર્તન કરીને પણ ફાતિમાં કરી નાખ્યું છે. પુત્રીની આ હરકતથી અંજુના પિતા ખુબ જ દુખી છે.

મધ્યપ્રદેશના ટેકનપુરમાં રહેતા તેમના પિતાએ કહ્યું કે, તે અમારા માટે મરી ચુકી છે. તેમણે કહ્યું કે, મને કોઇ વાતની કોઇ જ માહિતી નથી. અમારે હવે તેની સાથે કોઇ લેવા દેવા નથી. તે જેમ ઇચ્છે તેમ કરે. પુત્રીના પાકિસ્તાન જવાના સવાલ અંગે પિતાએ કહ્યું કે, હું તેના મગજને કઇ રીતે સમજી શકું, મારી તો તેની સાથે છેલ્લા એક વર્ષથી વાત પણ નથી થઇ.

અંજૂના પિતાએ પુત્રી સાથે તમામ સંબંધો તોડ્યા
જે યુવતી પોતાના બાળકને છોડીને જતી રહી હોય તેના કારણે અમારો સંબંધ ખતમ થઇ ચુક્યો છે. પતિને તો છોડો જે પુત્રીએ પોતાના જ બાળકને છોડી દીધા છે. તેની સાથે મારો કોઇ પણ સંબંધ કઇ રીતે હોઇ શકે. જો તેના વીઝા ખતમ થયા બાદ ભારત પરત ફરશે. જો કે આ અંગે તેના પિતાએ કહ્યું કે, તેના વિઝા ખતમ થઇ જાય કે તે પોતે ખતમ થઇ જાય મારે તેની સાથે કોઇ લેવા દેવા નથી.

ADVERTISEMENT

હવે બાળકોને કોણ મોટા કરશે?
પિતાએ કહ્યું કે, જો તેને આવું જ કરવું હતું તો પહેલા છુટાછેડા લઇ લીધા હોત, બધુ જ અહીંથી કરીને ગઇ હોત, તેણે તે યુવક અને પોતાના બાળકોનું જીવન ખરાબ કરી નાખ્યું છે. હવે તેના 14 વર્ષના પુત્ર અને 5 વર્ષી પુત્રીને મોટા કરવાની જવાબદારી કોની રહેશે.

જાસુસીના આરોપોને પિતાએ નકાર્યા
બીજી તરફ ટેકનપુરમાં બીએસએફના હેડક્વાર્ટરની પાસે રહેવાના કારણે પાકિસ્તાન તરફથી જાસુસી માટે પુત્રીનો ઉપયોગ કરવા અંગે તેણે કહ્યું કે, એવું કંઇ જ નથી હું 42 વર્ષથી અહીં રહું છું. તેમણે કહ્યું કે, મારા બાળકોનો ક્રાઇમ નેચર નથી. બીજી તરફ ગામના પ્રધાને કહ્યું કે, સમગ્ર ક્ષેત્ર અંજૂ આ હરકતથી શર્મસાર છે. તેમાં અંજૂના માતા-પિતાની કોઇ જ ભુલ નથી.

ADVERTISEMENT

અંજુએ ફાતિમા બનીને નિકાહ કર્યા
પાકિસ્તાની મીડિયાના રિપોર્ટ અનુસાર અંજુએ પોતાનો ધર્મ બદલી લીધો છે. ત્યાર બાદ અંજુનું ઇસ્લામિક નામ ફાતિમા રાખવામાં આવ્યું છે. લગ્ન જિલ્લા કોર્ટમાં થયા અને અંજુએ ઇસ્લામ ધર્મ અંગીકાર કરી લીધો હતો. માલકુંડ ડિવીઝનનાં ડીઆઇજી નાસિર મોહમ્મદ દસ્તીએ અંજુ અને નસરુલ્લાહના લગ્નની પૃષ્ટી કરી હતી. બંન્નેના લગ્ન જિલ્લા અને સત્ર ન્યાયાધીશ ડીઆઇજી માલકુંદની કોર્ટમાં કરાવી હતી. ત્યાર બાદ અંજુને પોલીસ સુરક્ષામાં ઘર પહોંચાડવામાં આવી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT