80 ફુટ ઉંચા ટાવર પર ચડી નારાજ પ્રેમિકા, તેને મનાવવા પ્રેમી પણ ટાવર પર પહોંચ્યો પછી…

ADVERTISEMENT

Fun Iland
Fun Iland
social share
google news

કોરબા : પ્રેમિકાની પાછળ પાછળ તેનો પ્રેમી પણ ટાવર પર ચડવા લાગ્યો હતો. પ્રેમિકા ટાવરના ટોપ પર જઇ પહોંચી હતી. બંન્નેએ જોઇને ગામના લોકો અને પરિવારના લોકો ગભરાઇ ગયા હતા. લોકોએ બુમો પાડવાનું શરૂ કરી દીધું અને તેમને નીચે ઉતરી જવા માટે કહ્યું હતું. જો કે યુવતી નીચે નહોતીઉતરી અને ન તો તેનો પ્રેમી પણ નીચે ઉતર્યો.

ગૌરેલા પેંડ્રા જિલ્લામાં બન્યો હાઇવોલ્ટેજ ડ્રામા

છત્તીસગઢના ગૌરેલા પેંડ્રા મરવાહી જિલ્લામાં પ્રેમીથી નારાજ નાબાલિક પ્રેમિકા હાઇટેન્શન લાઇનના ટાવર પર ચડી ગઇ હતી. પ્રેમિકાને મનાવવા માટે પ્રેમી પણ તેની પાછળ પાછળ ટાવરના ટોપર પર જઇ પહોંચ્યા. જેવા લોકો અને પરિવારના બંન્નેએ જોયું તો તેમના હોશ ઉડી ગયા હતા. તત્કાલ ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી. પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને બંન્નેને સમજાવ્યા. ઘણા લાંબા સમય સુધી આ હાઇવોલ્ટેજ ડ્રામા ચાલતો રહ્યો હતો. ઘણી મહેનત બાદ પોલીસ આખરે બંન્નેને સમજાવવામાં સફળ રહી હતી. બંન્નેને નીચે ઉતારવામાં આવ્યા હતા. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

ADVERTISEMENT

છત્તીસગઢ જિલ્લાનો છે ચોંકાવનારો બનાવ

સમગ્ર મામલો ગૌરેલા પેંડ્રા મરવાહી જિલ્લાનો છે. અહીં રહેનારી એક કિશોરીને ગામના જ એક યુવક સાથે પ્રેમપ્રસંગ હતો. ફોન પર વાત કરતા સમયે બંન્ને વચ્ચે કોઇ મુદ્દે ઝગડો થયો હતો. નારાજ પ્રેમી ગામથી નિકળતી હાઇટેન્શન વાયરના 80 ફુટ ઉંચા ટાવર પર ચડી ગઇ હતી. ઘટનાનો વીડિયો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

ADVERTISEMENT

પ્રેમિકા પાછળ પાછળ તેનો પ્રેમી પણ ટાવર પર ચડી ગયો

ADVERTISEMENT

પ્રેમિકા પાછળ પાછળ તેનો પ્રેમી પણ ટાવર પર ચડવા લાગ્યા.પ્રેમિકા ટાવરના ટોપ પર જઇને પહોંચી હતી. બંન્નેને ટાવર પર જોઇને ગામના લોકો અને તેમનો પરિવાર ગભરાઇ ગયો હતો. આખરે પોલીસે સમગ્ર મામલો ઉકેલ્યો હતો. જેના પગલે બંન્નેને શાંતિથી નીચે ઉતારવામાં આવ્યા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT