જ્ઞાનવાપીના ગુંબજ પર ચડ્યો અજાણ્યો શખ્સ, પોલીસે DGP ને સોંપ્યો ચોંકાવનારો જવાબ

ADVERTISEMENT

Gyanvapi mosque
Gyanvapi mosque
social share
google news

નવી દિલ્હી : વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર નજીક આવેલી જ્ઞાનવાપી મસ્જિદમાં કોર્ટના આદેશ પર ASI નો સર્વે ચાલી રહ્યો છે. ગત્ત પાંચ દિવસથી સતત સર્વેનું કામ ચાલી રહ્યું છે. ગત્ત પાંચ દિવસથી ASI ની ટીમ મસ્જિદના પશ્ચિમી દિવાલનો સર્વે શરૂ કર્યું છે. તહેખાનાથી જતા ગુંબદનું નિરીક્ષણ અને મશીનો દ્વારા તપાસ ચાલી રહી છે. બીજી તરફ એક યુવકને સીડી લગાવીને મસ્જિદના ગુંબદ પર ચડવાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોને ટ્વીટ કરીને યુપીના ડીજીપીને પણ ટેગ કરી દેવામાં આવ્યા. ડીજીપીએ આ વારાણસી પોલીસ પાસે રિપોર્ટ માંગ્યો હતો. વારાણસી ચોક પોલીસે તેનો રિપોર્ટ ડીજીપીને મોકલી આપ્યો છે. જ્ઞાનવાપી મસ્જિદનો ગત્ત શુક્રવારે ASI ની ટીમે સર્વે શરૂ કર્યો હતો. રોજ સવારે 9થી 5 વાગ્યા સુધી સર્વેનું કામ ચાલુ કરવામાં આવી રહ્યું છે. સર્વે દરમિયાન ASI ટીમની સાથે હિન્દૂ અને મુસ્લિમ બંન્ને પક્ષોના લોકો અને તેમના અધિવક્તા પણ હાજર રહે છે. 50 કર્મચારીઓથી વધારેની ચાર ટીમો તપાસ કરી રહી છે.

સોમવારે તપાસનું કામ મસ્જિદના ગુંબદની આસપાસ ચાલી રહ્યો હતો. આ દરમિયાન ટોપી લગાવેલો એક યુવક સીડી ચડીને ગુંબદ પર ચડતો જોવા મળ્યો હતો. તેઓ એવા સ્થળેથી ચડી રહ્યો હતો જ્યાંથી કાશી વિશ્વનાથ મંદિરનો ગેટ નંબર ચાર આવે છે અને રસ્તા પરથી ગુંબદ ચોખ્ખો દેખાય છે. એવામાં મીડિયાની સાથે જ કેટલાક લોકો આ પ્રકારે સીડી લગાવીને ગુંબદ પર ચડવાનો વીડિયો બનાવી લીધો હતો.

ADVERTISEMENT

આ વીડિયો અલગ અલગ દાવા કરતા વાયરલ થવા લાગ્યો હતો. દાવો કર્યો કે, કેમેરો જોતાની સાથે જ આ યુવક નીચે ઉતરી ગયા. એવો પણ દાવો કર્યો કે કોઇ સાક્ષ્ય સાથે છેડછાડ હેઠળ ચડવાનો પ્રયાસ થયો છે. કેટલાક લોકોએ વીડિયોને ટ્વીટ કરીને દાવાના સત્ય જાણવા માટે ડીજીપીને ટેગ કરી દીધા. તેમાં વારાણસી પોલીસની ફરિયાદ પણ કરવામાં આવી. ડીજીપી કાર્યાલયે વારાણસી પોલીસે આ રિપોર્ટ સોંપ્યો હતો.

વારાણસી પોલીસ પહેલાથી સમગ્ર મામલાથી અલગ હતી. તેને ડીજીપીને રિપોર્ટ મોકલતા સ્પષ્ટતા કરી કે, સીડી પર દેખાઇ રહેલો યુવક સર્વેનો જ હિસ્સો હતો. પોલીસના અનુસાર સર્વેમાં સહયોગ માટે ASI ટીમના કહેવા પર યુવક સીડીથી ગુંબદ પર ચડ્યો હતો. તેને માપણી કરવા માટે મેઝર ટેપનો બીજો છેડો પકડવા માટે ગુંબદ પર ચડાવવામાં આવ્યો હતો.

ADVERTISEMENT

ઇન્સપેક્ટર ચૌક શિવકાંત મિશ્રએ જણાવ્યું કે, ડીજીપી કાર્યાલય રિપોર્ટ મોકલી દેવામાં આવી છે. ડીસીપી કાશી જોન આરએસ ગૌતમે જણાવ્યું કે, કોઇ વિઘ્ન નહોતું અને ન તો પુરાવા મિટાવવા જેવું કોઇ તથ્ય છે. એએસઆઇ સર્વેમાં ટીમના કહેવાથી જ ટીમને ગુંબજ પર મોકલવામાં આવી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT