દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 5.8ની તીવ્રતા નોંધાઈ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: શનિવારે મોડી સાંજે દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 5.8 હતી. આ આંચકા મોડી સાંજે 9.34 કલાકે અનુભવાયા હતા. એવું સામે આવ્યું છે કે ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના હિન્દુકુશમાં હતું. હજુ સુધી જાનમાલના નુકસાન અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. 5.8ની તીવ્રતાના ભૂકંપને મધ્યમ તીવ્રતાનો ભૂકંપ ગણવામાં આવે છે. જોકે, આંચકા અનુભવાયા બાદ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

મળતી માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના હિન્દુકુશમાં હતું. જેના કારણે જમ્મુ-કાશ્મીરમાં પણ તેના આંચકા અનુભવાયા છે. કેન્દ્ર હિન્દુકુશમાં હોવાને કારણે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ભારત ત્રણેયમાં તેના આંચકા અનુભવાયા છે. જમ્મુ-કાશ્મીરમાં ઘણી વખત ભૂકંપ આવ્યા છે. જ્યારે દિલ્હી-એનસીઆર પણ ભૂકંપના આંચકાને કારણે સતત ધ્રૂજી રહ્યું છે.

17 જુલાઇના આવ્યો હતો ભૂકંપ

ગયા મહિને જ 17મી જુલાઈએ જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અહીં કટરામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ ભૂકંપ રાત્રે 10.07 કલાકે આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.8 માપવામાં આવી હતી. ભૂકંપના આંચકા ખૂબ જ હળવા હતા.

ADVERTISEMENT

જૂન મહિનામાં પણ અનુભવાયા હતા ભૂકંપના આંચકા

14 જૂને પણ ઘાટીમાં ધરતી ધ્રૂજતી હતી.આ પહેલા ગત મહિને 14મી જૂને બુધવારે જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તે દિવસે કિશ્તવાડમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 3.3ની તીવ્રતાનો આ ભૂકંપ સવારે 8.30 કલાકે આવ્યો હતો. તે દિવસે રાજ્યમાં 18 કલાકમાં ત્રીજી વખત ખીણની ધરતી ધ્રૂજી ઉઠી હતી. આ પહેલા 14 જૂને બુધવારે સવારે 2 વાગે અને 13 જૂન એટલે કે મંગળવારે બપોરે 1.30 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, મંગળવાર-બુધવારની વચ્ચેની રાત્રે 2 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.3 હતી. તે દિવસે પણ ભૂકંપનું કેન્દ્ર કટરા હતું.

    follow whatsapp

    ADVERTISEMENT