અમિત શાહે નાગરિકોને સો.મીડિયા એકાઉન્ટ્સનાં DP બદલવા કેમ કહ્યું!….
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે લોકોને વ્હોટ્સએપ DP બદલવાની અપિલ કરી હતી. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું હતું કે 2થી 15 ઓગસ્ટ વચ્ચે જો…
ADVERTISEMENT
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે લોકોને વ્હોટ્સએપ DP બદલવાની અપિલ કરી હતી. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું હતું કે 2થી 15 ઓગસ્ટ વચ્ચે જો દરેક દેશવાસી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર રાષ્ટ્રધ્વજની તસવીર DP તરીકે મુકવાની અપિલ કરી છે. આવું કરીને ‘હર ઘર ત્રિરંગા’ અભિયાનમાં જોડાવવા અપિલ કરી છે.
વડાપ્રધાન મોદીનું અભિયાન…
અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ પર સ્વતંત્રતા સેનાનાં વીરોની પ્રશંસા કરતા કહ્યું કે 13થી 15 ઓગસ્ટ સુધી દરેક ઘરમાં ત્રિરંગો ફરકાવવો જોઈએ. આ અંગે વડાપ્રધાન મોદીએ મન કી બાત કાર્યક્રમમાં દેશવાસીઓને જાણકારી આપી હતી.
રાષ્ટ્રપ્રેમ અને દેશ માટે સમર્પિત ભાવનાની પહેલઃ અમિત શાહ
ભારત દેશના તમામ નાગરિકોએ આ અભિયાનમાં જોડાવવા અમિત શાહે અપિલ કરી હતી. વધુમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે દેશ માટે પ્રેમ બતાવવાની સાથે દરેકને રાષ્ટ્રની સેવામાં સમર્પિત થવાની પ્રેરણા ત્રિરંગો આપે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT