અમૃતસરના શિવસેના નેતાની ધોળા દિવસે ગોળી મારી હત્યા, જુઓ Video મંદિરની બહાર ધરણા પ્રદર્શનમાં શું થયું

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમૃતસરઃ અમૃતસરમાં શિવસેના નેતા સુધીર સૂરીને શુક્રવારે ધોળા દિવસે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. ગોપાલ મંદિરની બહાર કચરામાં ભગવાનોની મૂર્તિઓ મળવાના વિરોધમાં શિવસેના નેતા મંદિરના બહાર ધરણાં પર બેઠા હતા. તે દરમિયાન ભીડમાંથી કોઈએ તેમને ગોળી મારી દીધી. તેમને તુરંત હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં તેમની હાલત ગંભીર બતાવાઈ રહી હતી. જોકે હવે તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા છે. હુમલાખોરને પકડવા માટે પોલીસે નાકાબંધી શરૂ કરી દીધી છે.

ઘણા સમયથી હુમલાની કરી રહ્યા હતા યોજના
સુધીર સૂરી શિવસેના હિન્દુસ્તાનના વડા રહી ચૂક્યા છે. તેમના પર બે થી ત્રણ ગોળીઓ ચલાવવામાં આવી છે. એવુ જાણવા મળે છે કે સુધીર સૂરી પર હુમલો કરવાની છેલ્લા કેટલાક સમયથી યોજના ઘડવામાં આવી રહી હતી. પોલીસે ગયા મહિને કેટલાક ગેંગસ્ટરોની ધરપકડ પણ કરી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ આ વાતનો ખુલાસો કર્યો હતો. આ ઘટના બનતા જ પોલીસે વિસ્તારને કોર્ડન કરી લીધો છે. પોલીસ તપાસમાં ગોળી મારનાર સંદીપ સિંહ નામનો વ્યક્તિ છે જેને પોલીસે પકડી પાડ્યો છે.


પોલીસે 4 ગેંગસ્ટરની ધરપકડ કરી હતી
પંજાબમાં, એસટીએફ અને અમૃતસર પોલીસે ગયા મહિને 23 ઓક્ટોબરના રોજ સંયુક્ત ઓપરેશનમાં 4 ગેંગસ્ટરોની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા ગેંગસ્ટરો રિંડા અને લિંડાના ગુલામ હતા. તેમની પૂછપરછમાં સનસનીખેજ ખુલાસા સામે આવ્યા છે. ધરપકડ કરાયેલા ગુંડાઓ શિવસેનાના નેતા સુધીર સૂરી પર હુમલાની યોજના બનાવી રહ્યા હતા. આ માટે તેણે રેકી પણ કરી હતી. તેઓ ગુનાને અંજામ આપે તે પહેલા જ પોલીસ અને એસટીએફે ચારેયને પકડી લીધા હતા. આરોપીઓએ એવી પણ કબૂલાત કરી હતી કે સુરતી પર હુમલો દિવાળી પહેલા કરવાનો હતો. આ ગુંડાઓની ધરપકડથી પંજાબમાં મોટી ઘટના ટળી હતી.

ADVERTISEMENT


 

    follow whatsapp

    ADVERTISEMENT