અમિત શાહની પશ્ચિમ બંગાળ મુલાકાત, તત્કાલ અસરથી આ મંત્રીની હકાલપટ્ટી કરવામાં આવી
West Bengal BJP: પશ્ચિમ બંગાળમાં પોતાનું સ્થાન મજબુત કરવાનો પ્રયાસ કરી રહેલા પક્ષ ભાજપે અનુપમ હઝરાને રાષ્ટ્રીય મંત્રી પદેથી હટાવી દીધા છે. આ અંગેની અધિકારીક…
ADVERTISEMENT
West Bengal BJP: પશ્ચિમ બંગાળમાં પોતાનું સ્થાન મજબુત કરવાનો પ્રયાસ કરી રહેલા પક્ષ ભાજપે અનુપમ હઝરાને રાષ્ટ્રીય મંત્રી પદેથી હટાવી દીધા છે. આ અંગેની અધિકારીક જાહેરાત કરતી નોટિસ પણ બહાર પાડી છે.
શાહ-નડ્ડાની મુલાકાત દરમિયાન તત્કાલ અસરથી કાર્યવાહી
પશ્ચિમ બંગાળની રાજનીતિમાં અચાનક ગરમી જોવા મળી હતી. આવતા વર્ષે 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીની તૈયારી કરી રહેલી ભારતીય જનતા પાર્ટી (BJP)એ પશ્ચિમ બંગાળમાં એક મોટું પગલું ભર્યું છે. પાર્ટીએ પૂર્વ સાંસદ અનુપમ હજરાને તાત્કાલિક અસરથી રાષ્ટ્રીય મંત્રી પદેથી હટાવી દીધા છે. ભાજપનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે. જ્યારે અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળના પ્રવાસે છે.
ભાજપના રાષ્ટ્રીય મહાસચિવના લેટર હેડ દ્વારા જાહેરાત
બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહના લેટર હેડ પર નોટિસ જારી કરીને લખવામાં આવ્યું છે કે, “ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાની સૂચના મુજબ અનુપમ હઝરાને રાષ્ટ્રીય મંત્રી પદ પરથી મુક્ત કરવામાં આવ્યા છે. આ માહિતી તાત્કાલિક અસરથી અમલમાં આવશે.” સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, હઝરા છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં પાર્ટીના કામકાજની ટીકા કરી રહ્યા હતા.
ADVERTISEMENT
જેપી નડ્ડા અને અમિત શાહ પશ્ચિમ બંગાળના પ્રવાસે છે
ગૃહમંત્રી અમિત શાહ આ મહિનામાં બીજી વખત બંગાળની મુલાકાતે આવ્યા છે. આ ઉપરાંત ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ રાજ્યના પ્રવાસે છે. તેમણે મંગળવારે (26 ડિસેમ્બર) શુભેન્દુ અધિકારી સાથે બેઠક પણ કરી હતી. ત્યારબાદ અચાનક જ બીજેપી સાંસદ અનુપમ હજરાને ઔપચારિક નિવેદન જારી કરીને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા.
ADVERTISEMENT