‘અમારી વિરુદ્ધ બોલવા પર નહીં આપવામાં આવી નોટિસ’સત્યપાલ મલિકને મળેલા CBI સમન્સ પર શાહ
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકને CBI તરફથી મળેલા સમન્સને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોટું નિવેદન આપ્યું છે. તેમણે શનિવારે કહ્યું કે તપાસની…
ADVERTISEMENT
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકને CBI તરફથી મળેલા સમન્સને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોટું નિવેદન આપ્યું છે. તેમણે શનિવારે કહ્યું કે તપાસની જરૂરિયાત મુજબ તેમને ત્રીજી વખત પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. સીબીઆઈ દ્વારા આપવામાં આવેલા સમન્સને સત્યપાલ મલિક દ્વારા ભાજપ સરકાર પર લગાવવામાં આવેલા આરોપો સાથે કોઈ લેવાદેવા નથી. અમિત શાહે વધુમાં કહ્યું કે, ભાજપ સરકારે એવું કંઈ કર્યું નથી જે સામાન્ય લોકોથી છૂપાવવાની જરૂર હોય. જો કેટલીક ટિપ્પણીઓ વ્યક્તિગત, રાજકીય સ્વાર્થ માટે કરવામાં આવે છે, તો તેની સાથે પણ તેવો વ્યવહાર કરવો જોઈએ.
“પહેલીવાર બોલાવાયા નથી”
ગૃહમંત્રીએ કહ્યું કે જ્યાં સુધી મને ખબર છે, તેમને બીજી કે ત્રીજી વખત પૂછપરછ માટે બોલાવવામાં આવી રહ્યા છે. તપાસ ચાલી રહી છે, જેમાં જો કોઈ નવી માહિતી કે પુરાવા સામે આવે તો તેની પૂછપરછ કરવામાં આવે છે. આ સંબંધમાં તેમને ત્રીજી વખત પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યા છે. અમારી સરકાર વિરુદ્ધ બોલવા બદલ તેમને સમન્સ મોકલવામાં આવ્યા છે તેમાં કોઈ સત્યતા નથી.
નડિયાદમાં મિત્રની પત્ની સાથે આડાસંબંધની શંકાએ યુવકની ધાતકી હત્યા, માથું કાપીને સાથે લઈ ગયો હત્યારો
“જાહેર મંચ પર આવી ચર્ચા કરવી યોગ્ય નથી”
તેમણે વધુમાં કહ્યું કે મારો સવાલ એ છે કે જ્યારે તેઓ રાજ્યપાલ હતા ત્યારે તેમની આત્મા કેમ ન જાગી? આવા નિવેદનોની વિશ્વસનિયતા કેટલી છે તેની તપાસ સામાન્ય જનતા અને પત્રકારો દ્વારા કરવામાં આવશે… જો તે જે બોલી રહ્યા છે તેમાં કોઈ સત્યતા હશે તો તે સમયે તે ચૂપ કેમ હતા… આ બધી બાબતો જાહેર મંચ પર ચર્ચા માટે નથી. છે. હું આ દેશની જનતાને કહેવા માંગુ છું કે બીજેપી સરકારે એવું કંઈ કર્યું નથી જેને આપણે છુપાવવાની જરૂર છે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, 22 એપ્રિલે CBIએ જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકને નોટિસ મોકલી હતી. સીબીઆઈએ તેની નોટિસમાં સત્યપાલ મલિકને ભ્રષ્ટાચારના મામલાની તપાસમાં સામેલ થવા કહ્યું છે. સીબીઆઈ 27 અને 28 એપ્રિલે સત્યપાલ મલિકની પૂછપરછ કરી શકે છે. અકબર રોડ પર આવેલા ગેસ્ટ હાઉસમાં સત્યપાલ મલિકની પૂછપરછ થઈ શકે છે.
“ફાઇલ પાસ કરવા માટે પૈસાની ઓફર કરવામાં આવી હતી”
જણાવી દઈએ કે ઓક્ટોબર 2021માં સત્યપાલ મલિકે દાવો કર્યો હતો કે RSS નેતા સાથે જોડાયેલી ફાઇલ ક્લિયર કરવા માટે તેમને કથિત રીતે 300 કરોડ રૂપિયાની લાંચની ઓફર કરવામાં આવી હતી. આ લાંચ બે પ્રોજેક્ટની ફાઈલોને લઈને આપવામાં આવી રહી હતી. આમાંથી એક અનિલ અંબાણીની અને બીજી આરએસએસના નેતાની હતી. મને વિભાગ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ કૌભાંડ છે, તેના આધારે મેં બંને સોદા રદ કર્યા. સીબીઆઈએ આ અંગે બે એફઆઈઆર નોંધી હતી બંનેની તપાસ ચાલી રહી છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT