ડ્રગ્સને લઈ અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર લગાવ્યા ગંભીર આરોપો, જાણો શું કહ્યું
અમદાવાદ: રાજ્યમાં એક તરફ દારૂબંધી છે. ત્યારે બીજી તરફ રાજ્યમાં દારૂબંધી અંગે સતત સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે હવે સતત પકડાઈ રહેલા ડ્રગ્સ મામલે સરકાર…
ADVERTISEMENT
અમદાવાદ: રાજ્યમાં એક તરફ દારૂબંધી છે. ત્યારે બીજી તરફ રાજ્યમાં દારૂબંધી અંગે સતત સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે હવે સતત પકડાઈ રહેલા ડ્રગ્સ મામલે સરકાર સામે અનેક સવાલો આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આજે રાજ્યમાં કાયદો હોવા છતાં રાજ્યમાં ગલીએ ગલીએ દારૂ વેચાય છે. અને પીવાય છે. હવે ડ્રગ્સનું દૂષણ વધ્યું છે. પહેલા માત્ર દારૂનું જ દુષણ હતું, આજે ડ્રગ્સ પકડાય તો રાજ્ય સરકાર વાહવાહી લૂંટે છે પણ ડ્રગ્સના આરોપીઓને પકડતી નથી.
કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર શાબ્દિક પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, તાજેતરમાં અમિત શાહના મત વિસ્તારમાં એક ફાર્માસ્યુટિકલ કંપનીમાં એનસીબીના અધિકારીઓએ તપાસ કરી ત્યાં ખુબ મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાયું છે તેવા સમાચાર આવી રહ્યા છે. એક કિલોના એક કરોડના બજાર ભાવનું 500 કિલો ગ્રામ ડ્રગ્સ પકડાયું છે. એટલે કે 10 હજાર કરોડ જેટલી કિમત થાય છે. આટલી મોટી રકમનું ડ્રગ્સ પકડાયું છતાં સરકાર ચૂપ છે. સરકાર ચૂપ છે માટે શંકા પેદા થાય તે સ્વાભાવિક. સરકાર પોલીસ અને પ્રશાસન ચૂપ કેમ છે તે ચિંતાનો વિષય છે. આ ઉપરાંત આ કંપનીમાં મોટી રકમનો તોડ થયાની પણ વાતો આવી છે. સંલગ્ન અધિકારીની બદલી કરવામાં આવી છે. આ મામલે સરકાર, પોલીસ પ્રશાસન ચૂપ છે. એવું તે શું થયું કે બધા ચૂપ છે. ગુજરાત ડ્રગ્સની બાબતમાં અત્યાર સુધી લેન્ડિંગ હબ હતું જ્યારે હવે પ્રોસેસિંગ હબ બની ગયું છે. ફાર્માસ્યુટિકલ કંપનીની આડમાં ડ્રગ્સની આડમાં નેટવર્ક ચાલી રહ્યું છે.
આ વર્ષે 97 હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું
અમિત ચાવડાએ કહ્યું કે, ફાર્માસ્યુટિકલ કંપનીની આડમાં આ પ્રકારનું પ્રોસેસિંગ કરવામાં આવે છે જે ચિંતાનો વિષય છે. અત્યાર સુધી પકડાયેલ ડ્રગ્સની માત્રામાં 180 ટકા વધારો થયો છે. કિંમતની દ્વષ્ટિએ વાત કરીએ તો 2022માં 33 હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું. જ્યારે આ વર્ષે 97 હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું છે.ડ્રગ્સ પકડવાની ક્વોન્ટિટીમાં 180 ટકાનો વધારો થયો છે. અમારી માંગણી છે કે આ ડ્રગ્સ પકડાયાના સમાચારો બાબતે મુખ્યમંત્રી ખુલાસો કરે કે સમગ્ર ઘટનામાં શું પકડાયું છે અને કોણ મુખ્ય ગુન્હેગારો છે. સરકાર પોલિસી બનાવી યુવાધનને બચાવા કોઈ પગલાં ભરે એવી માંગ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT