SDM જ્યોતિ મોર્યની બેવફાઇ વચ્ચે વર્ષા શુક્લાનો વફાઇનો અદ્ભુત કિસ્સો
નવી દિલ્હી : હાલ સમગ્ર દેશમાં એક મહિલાની બેવફાઇની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. આ મહિલા બરેલીની SDM જ્યોતિ મોર્યની વાત છે. જ્યોતિ અને તેના…
ADVERTISEMENT
નવી દિલ્હી : હાલ સમગ્ર દેશમાં એક મહિલાની બેવફાઇની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. આ મહિલા બરેલીની SDM જ્યોતિ મોર્યની વાત છે. જ્યોતિ અને તેના પતિ આલોકે એક બીજા પર ગંભીર આક્ષેપ કર્યા છે. શંકા અને તુટેલા વિશ્વાસથી લથબથ પતિ-પત્નીની આ વાત હવે બીજા કપલ્સ વચ્ચે અવિશ્વાસ પેદા કરી રહી છે. સમાજના મગજ પર પડેલા તાળાઓને ખોલવા માટે અનેક કુર્બાનીઓ અને મહેનત લાગી હતી તે તાળા ફરી એક જ કિસ્સામાં ફરી એકવાર સમાજ પર લાગવા લાગ્યા હોય તેવું લાગી રહ્યું છે.
બિહારના બક્સરથી એક મામલો સામે આવ્યો છે. જ્યાં પિંટૂ નામના એક વ્યક્તિએ પત્ની ખુશબુના ક્લાસ છોડાવી દીધા છે. તેણે કહ્યું કે, તે પત્નીને પ્રેમ કરે છે અને નથી ઇચ્છતો કે તેની પત્ની પણ અધિકારી બને અને જ્યોતિ મોર્યની જેમ તેને છોડીને જતી રહે. જ્યોતિના અનેક વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે. બીજી તરફ ખુશબુનું કહેવું છે કે, તેઓ બીપીએસસીની કોચિંગ કરીને અધિકારી બનવા માંગે છે. જો કે જ્યોતિના વીડિયો વાયરલ થયા બાદ તેનો પતિ કોચિંગમાં ભણવા નથી દેતા.
સૌથી રસપ્રદ બાબત છે કે, આજે જ્યોતિ મોર્ય અને આલોક મોર્યની સમગ્ર દેશના મોઢે આ વાત છે. અનેક પતિ-પત્નીઓને અધિકારી બનાવવા નથી માંગતા. જેમની પત્નીઓ બહાર છે તે લોકો તેમને પરત બોલાવી રહ્યા છે. લોકો હવે બેટી પઢાઓ પત્ની નહી તેવું એક વાત કરી રહી છે. એક પત્નીની બેવફાઇ સેંકડો મહિલાઓની વફાદારી પર ભારે પડી રહી છે.
ADVERTISEMENT
જો કે તેવામાં પોઝીટીવીટી ફેલાય તે ખુબ જ જરૂરી છે. આ કહાની છે આદિત્ય વશિષ્ઠ અને વર્ષા શુક્લાની. આદિત્યના જીવનમાં જ્યારે ભયંકર તોફાન આવ્યું. ત્યારે તેમણે પોતાની પત્નીને કહ્યું કે, તેમને છોડીને જતી રહે. જો કે પત્નીએ સ્પષ્ટ ઇન્કાર કરી દીધો. તે ડગલેને પગલે પોતાના પતિની સાથે રહી. આદિત્ય નામના એક વ્યક્તિએ 24 વર્ષના હતા. જ્યારે તેમણે કોલેજથી ગ્રેજ્યુએશન પુર્ણ કર્યા બાદ લગ્ન કર્યા હતા. 2018 ના નવેમ્બર મહિનામાં તે અચાનક બિમાર પડી ગયો. ખુબ જ તાવ આવ્યો તપાસ કરાવીનો રિપોર્ટ ઓકે હતા. 10 દિવસ બાદ તે પડી ગયો અને ઉભો ન થઇ શક્યો. અચાનક તેનો ડાબી તરફનું શરીર લકવો મારી ગયું. તે 26 વર્ષની ઉંમરે જ Guillain-Barre Syndrone સિંડ્રોમનો શિકાર બની ગયો હતો. આ એક ખુબ જ દુર્લભ બિમારી છે. તેમાંથી રિકવર થવામાં લાંબો સમય લાગે છે.
આદિત્યએ કહ્યું કે, તેમની પત્નીને તેમણે વારંવાર કહ્યું કે તુ યુવાન છે તુ મારી પાછળ પરેશાન ન થઇશ. જો કે વર્ષા શુક્લાએ જવાનો ઇન્કાર કરી દીધો. તે પોતાના પતિની સાથે આ મુશ્કેલ સમયમાં તેમનો હાથ પકડીને ઉભી રહી. તે આદિત્યની સૌથી મજબુત સપોર્ટ સિસ્ટમ બની.આદિત્ય દ્વારા વારંવાર પ્રયાસ કર્યા પરંતુ તે નિષ્ફળ રહ્યો. જો કે અથાગ પ્રયત્નો બાદ તે ધીરે ધીરે રિકવર થવા લાગ્યા હતા.
ADVERTISEMENT
હિમ્મતબંધાતા ધીરે ધીરે સંપુર્ણ રિકવર થઇ ગયા. આદિત્યએ ત્યાર બાદ ધીરે ધીરે ફિટનેસ કેળવી અને હવે તેણે ફિટનેસ ટ્રેનર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી. ત્યાર બાદ બંન્ને પતિ પત્નીએ મહેનતથી ગાડી ખરીદી. આજે બંન્ને ખુબ જ સુખી સંસાર જીવી રહ્યા છે. હાલમાં આ બંન્નેને એક પુત્રી છે. આ બંન્નેએ ખુબ જ ગંભીર સ્થિતિ છતા પણ આદિત્ય વશિષ્ઠ અને વર્ષા શુક્લા એકબીજાની સાથે જોડાયેલા રહ્યા. આજે ખુબ જ સુખી સંસાર માણી રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT