આકાંક્ષા દુબેના મોત પહેલાનો અંતિમ Instagram LIVE વીડિયો વાયરલ, ખુબ જ વ્યથિત હાલતમાં રડી રહ્યાનું સ્પષ્ટ જોઇ શકાય છે

ADVERTISEMENT

gujarattak
social share
google news

Akanksha Dubey Viral Video: આ સમયે સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેને આત્મહત્યા પહેલા ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા દુબેનો અંતિમ વીડિયો ગણાવવામાં આવી રહ્યો છે. ભોજપુરી સિનેમાની જાણીતી અભિનેત્રી આકાંક્ષા દુબેએ આત્મહત્યા કરીને ભોજપુરી ઇન્ડસ્ટ્રી સન્ન રહી ગઇ છે. દરેક વ્યક્તએ સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, આકાંક્ષા દુબેએ આવું પગલું કેમ ભર્યું. આખરે તેની શું મજબૂરી હતી કે તેણે મોતને વ્હાલું કર્યું. આકાંક્ષા દુબેનો મૃતદેહ રવિવારે વારાણસીમાં એક હોટલના રૂમમાં પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. પરંતુ આ મોટું પગલું ભરતા પહેલા આકાંક્ષા દુબે કદાચ કંઈક કહેવા માંગતી હતી.

કથિત આકાંક્ષા સમગ્ર લાઇવ દરમિયાન માત્ર રડતી જ રહી
આકાંક્ષા પોતાના મનની વાત બધાને કહેવા માંગતી હતી. આ અમે નથી કહી રહ્યા પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સ આવી ટિપ્પણી કરી રહ્યા છે. કારણ કે મૃત્યુના થોડા કલાકો પહેલા આકાંક્ષા દુબે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ આવી હતી તેવા દાવા સાથે એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આકાંક્ષાની આત્મહત્યા પહેલાનો વીડિયો ઈન્ટરનેટ પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. 2 મિનિટ 20 સેકન્ડના આ વીડિયોમાં આકાંક્ષા દુબેના ચહેરા પર મુશ્કેલી અને નિરાશા બંને સ્પષ્ટપણે જોઈ શકાય છે.

વાયરલ વીડિયો અંતિમ હોવાનો સોશિયલ મીડિયા પર દાવો
ભોજપુરી અભિનેત્રી #akankshadubey એ #બનારસની એક હોટલમાં ગઈકાલે રાત્રે એક લાઇવ કર્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જો કે આકાંક્ષા દુબેએ આ વીડિયોમાં કંઈ કહ્યું નથી. પરંતુ તે કહ્યા વિના, તેણી તેની સમસ્યાઓ દરેક સુધી પહોંચાડવાનો પ્રયાસ કરતી જોવા મળી હતી. વીડિયોમાં તે રડતી જોવા મળી રહી છે. વીડિયોના અંતે, આકાંક્ષા દુબે કેમેરાથી દૂર જતી રહે છે. જે બાદ તેણે હોટલના પંખા સાથે લટકીને જીવનનો અંત આણ્યો હતો. ભોજપુરી અભિનેત્રીની લાશ પોલીસને લટકતી હાલતમાં મળી આવી હતી.

ADVERTISEMENT

ફિલ્મનું શૂટિંગ શરૂ કરે તે પહેલા જ બની ઘટના
પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને મૃતદેહનો કબજો પણ લઈ લીધો છે. મળતી માહિતી અનુસાર, આકાંક્ષા દુબે ગયા શુક્રવારે તેનું શૂટિંગ પૂરું કરીને હોટલ પહોંચી હતી. તે પછી શું થયું તેની કોઈને ખબર નથી. રવિવારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. રિપોર્ટ અનુસાર જ્યારે મેક-અપ મેને આકાંક્ષાને ફોન કર્યો તો તેણે ફોન ઉપાડ્યો નહીં. જે બાદ મેક-અપ મેન સીધો હોટલ પહોંચ્યો હતો. જ્યારે હોટલના લોકો સાથે પૂછપરછ કરવામાં આવી તો જાણવા મળ્યું કે આકાંક્ષા દુબેએ ન તો કોઈ ઓર્ડર આપ્યો હતો અને ન તો તે રૂમમાંથી બહાર નીકળી હતી. જે બાદ પોલીસને બોલાવવામાં આવી હતી અને આકાંક્ષાના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT