AIR INDIA એ વિશ્વની સૌથી મોટી એવિએશન ડીલ કરી, ગાજર મુળાની જેમ ખરીદ્યા પ્લેન
નવી દિલ્હી : એર ઇન્ડિયાએ મંગળવારે 470 વિમાનોના ઓર્ડર સાથે વિશ્વની અત્યાર સુધીની સૌથી મોટી એવિએશન ડીલ ફાઇનલ કરી દીધી. તેના માટે તેણે ફ્રેંચ કંપની…
ADVERTISEMENT
નવી દિલ્હી : એર ઇન્ડિયાએ મંગળવારે 470 વિમાનોના ઓર્ડર સાથે વિશ્વની અત્યાર સુધીની સૌથી મોટી એવિએશન ડીલ ફાઇનલ કરી દીધી. તેના માટે તેણે ફ્રેંચ કંપની એરબસ અને અમેરિકાની કંપની બોઇંગ સાથે સોદો કર્યો હતો. એર ઇન્ડિયાને એરબસ 250 અને બોઇંગ 220 વિમાનનું સપ્લાય કરશે. એરબસ આ વર્ષના અંત સુધીમાં વિમાનોની ડિલીવરી પણ શરૂ કરી દેશે. રિપોર્ટ્સ અનુસાર એરબસની સાથે થયેલી ડીલ 100 અબજ ડોલર કરતા પણ વધારેની છે. જેના હેઠળ 40 વાઇડ બોડી A350 એરક્રાફ્ટ, 210 નેરોબોડી સિંગલ આઇજલ A320 નિયોસ એરક્રાફ્ટ મળશે. બીજી તરફ બોઇંગ સાથે થયેલી ડીલ 34 અબજ ડોલરની છે. જેના હેઠળ એર ઇન્ડિયાને 190 B737 મેક્સ વિમાન, 20 B787 વિમાન અને 10 B777 એક્સ વિમાનની ડિલીવરી થશે.
ડીલમાં રતન ટાટા ઉપરાંત PM મોદી પણ હાજર રહ્યા
એરબસની સાથે થયેલી ડીલ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમૈનુઅલ મેક્રો હાજર રહ્યા હતા. વીડિયો કોન્ફરન્સ દ્વારા ટાટા સમુહના માનદ ચેરમેન રતન ટાટા અને ટાટા સન્સના ચેરમેન એન.ચંદ્રશેખરન પણ જોડાયા હતા. બીજી તરફ બોઇંગ સાથે થયેલા સોદાની માહિતી પોતે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને આપી હતી. તેમણે આ ડીલને ઐતિહાસિક ગણાવી હતી.
આ ડીલના કારણે આંતરરાષ્ટ્રીય સંબંધો પણ મજબુત બનશે
વડાપ્રધાન મોદીએ એરબસ ડીલના મુદ્દે કહ્યું કે, આ મહત્વપુર્ણ ડીલ ભારત અને ફ્રાંસ વચ્ચે ઉંડા થઇ રહેલા સંબંધોની સાથે સાથે ભારતના સિવિલ એવિએશન સેક્ટરની સકસેસને દેખાડે છે. ભારતના મેક ઇન ઇન ઇન્ડિયા-મેક ફોર ધ વર્લ્ડ, વિઝન હેઠળ એરોસ્પેસ મેન્યુફેક્ચરિંગના નવા અવસરો ખુલશે. કાર્યક્રમમાં એવિએશન મિનિસ્ટર જ્યોતિરાદિત્ય સિંધિયા, વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલ, એર ઇન્ડિયાના ચીફ એક્ઝીક્યૂટિવ ઓફિસર કેપબેલ વિલ્સન અને એરબસના CEO ગિલાઉમે ફાઉરી પણ હાજર હતા.
ADVERTISEMENT
બ્રિટિશ પીએમ ઋષી સુનક પણ ડીલ અંગે ખુશી વ્યક્ત કરી
બીજી તરફ બ્રિટિશ પીએમ ઋષી સુનકે આ ડીલ અંગે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, આ સમજુતીથી બ્રિટનને પણ ફાયદો થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, એરબસના વિમાનના એન્જિન બ્રિટિશ કંપની રોલ્સ રોયસ બનાવે છે. રોલ્સ રોયસ વિમાન એન્જિન બનાવનારી વિશ્વની બીજી સૌથી મોટી કંપની છે.
શું છે એરબસની ખાસિયત
એરબસનું લાંબી રેન્જવાળુ વિમાન 17 હજાર કિલોમીટર સુધી નોન સ્ટોપ ઉડ્યન કરી શકે છે. બીજી તરફ તેમાં એકવારમાં 300 થી 410 યાત્રીઓ મુસાફરી કરી રહ્યા હતા. નૈરો બોડી પ્લેન એવા વિમાન હોય છે, જેમાં સીટ વચ્ચે એક ગેલેરી હોય છે. જ્યારે વાઇડ બોડી પ્લેનમાં સીટની વચ્ચે એકથી વધારે ગેલેરી હોઇ શકે છે.
ADVERTISEMENT
એરબસનો ઇન્ડિયન માર્કેટમાં દબદબો
ઇન્ડિય માર્કેટમાં એરબસનો દબદબો છે. ભારતના સિવિલ એવિએશન માર્કેટના લીડર ઇંડિગો એરબસના A320 નો વિશ્વનો સૌથી મોટો કસ્ટમર છે. ભારતમાં નેરોબોડી એરક્રાફ્ટનો એટલો મોટો ઓર્ડર મળવો બોઇંગ માટે ખુબ જ મહત્વનું છે. એર ઇન્ડિયાની બોઇંગ અને એરબસની સાથે આ ડીલને મધર ઓફ ઓલ એવિએશન ડીલ કહેવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
ઇન્ડિગોને ટક્કર આપશે એર ઇન્ડિયા
નેરોબોડી પ્લેનથી એર ઇન્ડિયા 4-5 કલાકના શોર્ટ હોલ ડેસ્ટિનેશન સર્વિસ આપી શકશે. તેના કારણે તેઓ ઇન્ડિગોને સીધી જ ટક્કર આપશે. જેનું હાલમાં 50 ટકા કરતા વધારે કબજો ડોમેસ્ટિક માર્કેટમાં છે. જ્યારે વાઇડ બોડી એરક્રાફને ટાટા ઉત્તરી અમેરિકા, યુરોપ અને ઓસ્ટ્રેલિયામાં પોતાના ફુટપ્રિંટને વધારવા માટે મદદરૂપ થશે. એર ઇન્ડિયા FY24 ના અંત સુધીમાં આશરે 50 વિમાન ફ્લીટમાં જોડશે. જેના કારણે તેની કેપેસિટીમાં 50 ટકા જેટલો વધારો થશે.
ADVERTISEMENT