કૉલ આવતા જ ગાયબ થઈ જાય છે લોકોના બેંક એકાઉન્ટમાંથી પૈસા! અહીં જાણો શું છે સ્ક્રેમ
Cyber Crime: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નું નામ તો દરેક વ્યક્તિએ સાંભળ્યું જ હશે. તેનાથી લોકોનું જીવન ઘણું સરળ બન્યું છે. પરંતુ આનાથી સ્કેમર્સ માટે છેતરપિંડી કરવી…
ADVERTISEMENT
Cyber Crime: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નું નામ તો દરેક વ્યક્તિએ સાંભળ્યું જ હશે. તેનાથી લોકોનું જીવન ઘણું સરળ બન્યું છે. પરંતુ આનાથી સ્કેમર્સ માટે છેતરપિંડી કરવી એકદમ સરળ બની છે. તેની મદદથી ઠગો લોકોના એકાઉન્ટમાંથી પૈસા ગાયબ પણ કરી રહ્યા છે. હવે તમે વિચારી રહ્યા હશો કે આવું કેવી રીતે બની શકે, તો અમે તમને તેના વિશે સંપૂર્ણ માહિતી આપીશું અને સ્કેમર્સથી સુરક્ષિત રહેવાની કેટલીક સરળ ટિપ્સ પણ જણાવીશું.
કેવી રીતે કરે છે કામ?
તમે સોશિયલ મીડિયા પર ઘણી રીલ જોઈ હશે, જેમાં કોઈ વ્યક્તિત્વના AI વોઈસનો ઉપયોગ કરવામાં આવે છે. (તાજેતરમાં જ પીએમ મોદીના વાઈસમાં અનેક રીલ્સ વાયરલ થઈ હતી). વાસ્તવમાં આ એક પ્રકારનો નકલી અવાજ હોય છે જેને AIની મદદથી ક્રિએટ કરવામાં આવે છે. આવું કોઈના પણ અવાજની સાથે કરી શકાય છે. વોઇસ ક્લોનિંગ કરવા માટે ઘણા સોફ્ટવેર ઉપલબ્ધ છે. જેનો કઈપણ ઉપયોગ કરી શકે છે.
MacAfeeએ જાહેર કર્યો હતો રિપોર્ટ
કોમ્પ્યુટર સિક્યોરિટી સોફ્ટવેર કંપની MacAfeeએ તાજેતરમાં એક રિપોર્ટ જાહેર કર્યો હતો અને કહ્યું હતું કે મોટાભાગના ભારતીયો ઓરિજનલ અને AI વોઈસ વચ્ચેના તફાવતને જાણી શકતા નથી. એટલે કે તમારા ફોન પર સ્કેમર્સ સીધો ફોન કરે છે તો પણ તમને તેના વિશે જાણકારી મળતી નથી. હવે સ્કેમર્સ છેતરપિંડી કરવા માટે AI વૉઇસનો ઉપયોગ કરી રહ્યાં છે. તેઓ ફોન કરીને જે-તે વ્યક્તિના અવાજમાં વાત કરે છે અને પછી પૈસાની માંગ કરે છે.
ADVERTISEMENT
કેવી રીતે બચવું?
હવે આનાથી કેવી રીતે બચવું તેના વિશે વાત કરીએ તો તેની ઘણી બધી રીતો છે. જો તમને કોઈ ફોન કરીને પૈસા માંગે તો તમે તેમને વીડિયો કોલ કરી શકો છો. સાથે જ પૈસાની વાત આવે ત્યારે તમારે સતર્ક થવાની પણ જરૂર છે. તમે તાત્કાલિક પૈસા ટ્રાન્સફર કરવાની જગ્યાએ તેને વેરિફાઈ પણ કરી શકો છો. તેની મદદથી તમે સરળતાથી બચી શકો છો.
ADVERTISEMENT