Ahmedabad: SG હાઈવે પર પુરપાટ ઝડપે આવતી કારે માતા-પુત્રીને અડફેટે લેતા બંનેનું મોત, કારચાલક ફરાર
અમદાવાદ: રાજ્યમાં હીટ એન્ડ રનના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન હીટ એન્ડ રનની વધુ એક ઘટના સામે આવી છે.અમદાવાદના SG હાઈવે પર…
ADVERTISEMENT
અમદાવાદ: રાજ્યમાં હીટ એન્ડ રનના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન હીટ એન્ડ રનની વધુ એક ઘટના સામે આવી છે.અમદાવાદના SG હાઈવે પર કાર ચાલક માતા અને દીકરીને અડફેટે લઈ ફરાર થઈ ગયો હતો. આ દુર્ઘટનામાં માતા અને દીકરીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તો 28 મેના રોજ અમરાઈવાડી બીઆરટીએસ ટ્રેકમાં ટુ-વ્હીલર પર જઈ રહેલી નર્સને કાર ચાલકે અડફેટે લીધી હતી.
અમદાવાદ શહેરમાં અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. શહેર પોલીસ કમિશનરે SG હાઈવે પર વાહનોની ગતિ મર્યાદા નિયંત્રિત કરી છે. છતાં બેફામ ઝડપે વાહનો દોડતા હોય છે. તેના લીધે અકસ્માત સર્જાય છે. ત્યારે અમદાવાદમાં હીટ એન્ડ રનની વધુ એક ઘટના સામે આવી છે. અમદાવાદના આનંદનગર વિસ્તારમાં રહેતા કાળબેન વઢવાણા અને તેમની દીકરી કોકીબેન સોલંકી એસ.જી હાઈવે પર આવેલા YMCA ક્લબની સામે રોડ ક્રોસ કરી રહ્યા હતા. આ દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલી કારે માતા પુત્રીને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં માતા-દીકરીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. કારચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો.
પોલીસે તપાસ શરૂ કરી
અકસ્માતને લઈ ઘટના સ્થળે લોકોના ટોળે-ટોળા એકઠા થઈ ગયા હતા. જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. જોકે ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. માતા-દીકરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. પોલીસ દ્વારા ફરાર અજાણ્યા કારચાલક સામે ગુનો નોંધીને તેને ઝડપી પાડવાની પોલીસ કાર્યવાહી હાથ ધરી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT