9 કલાક બાદ બોરવેલમાંથી સકુશળ બહાર નિકળ્યો 3 વર્ષનો શિવમ, તંત્રને હાશકારો
નાલંદા : જિલ્લામાં નવ કલાક બાદ બોરવેલમાં ત્રણ વર્ષના શિવમને સકુશળ બહાર કાઢી લેવામાં આવ્યા છે. એનડીઆરએફ તથા એસડીઆરએફની ટીમને મોટી સફળતા મળી છે. બાળકને…
ADVERTISEMENT
નાલંદા : જિલ્લામાં નવ કલાક બાદ બોરવેલમાં ત્રણ વર્ષના શિવમને સકુશળ બહાર કાઢી લેવામાં આવ્યા છે. એનડીઆરએફ તથા એસડીઆરએફની ટીમને મોટી સફળતા મળી છે. બાળકને દેશી જુગાડની મદદથી બહાર ખેંચી લેવાયો છે. એક પાઇપમાં કેમેરો ફીટ કરવામાં આવ્યો અને તેની મદદથીરસ્સીમાં હુક બાંધીને ખાડામાં નાખવામાં આવ્યો. હુકમાં બાળકના પગ ફસાવીને તેને બહાર કાઢવામાં આવ્યો. બહાર કાઢ્યા પછી તરત જ તેની સ્વાસ્થય અંગેની તપાસ કરવામાં આવી હતી. શિવમ નાલંદા પોલીસ સ્ટેશનના કુલગાંમમાં 50 ફૂટ ઉંડા બોરવેલમાં પડી ગયો હતો.
બાળકને ત્યાં હાજર એમ્બ્યુલન્સથી તત્કાલ પાવાપુરી હોસ્પિટલ લઇ જવાયો હતો. જ્યાં પહેલાથી ડોક્ટરની ટીમ તૈયાર હતી. તેને માતા અને પિતા સાથે ગયા હતા. હોસ્પિટલમાં તેની સારવાર કરાવવામાં આવી રહી છે. શિવમ સકુશલ છે અને રિસ્પોન્ડ કરી રહ્યો છે. નાલંદામાં રમતા રમતા આ દુર્ઘટના થઇ ગયા હતા. સવારે આશરે 9 વાગ્યે એક 3 વર્ષનો બાળક પડી ગયો હતો. ઘટના સ્થળ પર મોટા પ્રમાણમાં ભીડ એકત્ર થઇ ગઇ હતી.
તત્કાલ બાળકના માતા-પિતા પહોંચી ગયા. તેના આવતાની સાથે જ સ્થળ પર બુમરાણ મચી ગઇ હતી. ઘટના નાલંદા પોલીસ સ્ટેશન વિસ્તાર કુલગાંવની છે. બાળકના બોરવેલમાં પડવાના કારણે આખા ગામમાં હોબાળો મચી ગયો હતો. સ્થાનિક તંત્ર પાસેથી મળતી માહિતી મળતા જ તત્કાલ બચાવ અને રાહતકામગીરી પણ શરૂ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
બોરવેલ 145 ફુટ ઉંડો હતો. જો કે બાળક બોરવેલ વચ્ચે ફસાયો હતો. 50 ફુટ પર તે ફસાયો હતો. ટોર્ચની મદદથી બાળક જોઇ શકાતો હતો. તેના રડવાનો અવાજ પણ સાંભળી શકાતો હતો. ડીએમ શશાંક શુભાંકરના આદેશ બાદ બાળકીને બહાર કાઢવા માટે તંત્ર અને નિષ્ણાંતોની ટીમ તહેનાત કરવામાં આવી હતી. સુરક્ષીત રીતે બહાર કાઢવા માટે બોરવેલની બાજુમાં બે જેસીબી લગાવાયા હતા. જો કે કેમેરા અને રસ્સીની મદદથી તેને આશરે કલાક બાદ તેને સીધો જ બહાર કાઢી લેવાયો હતો.
ADVERTISEMENT