મનીષ સિસોદિયાની મુશ્કેલીમાં થયો વધારો, દિલ્હી હાઈકોર્ટે જામીન અરજી ફગાવી

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: મનીષ સિસોદિયાને દિલ્હી હાઈકોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. દિલ્હી હાઈકોર્ટ મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી છે. મનીષ સિસોદિયાએ દિલ્હી હાઈકોર્ટમાં 6 અઠવાડિયા માટે વચગાળાના જામીનની માંગણી કરી હતી, જેને હાઈકોર્ટે ફગાવી દીધી છે.

આ અંગે ટિપ્પણી કરતા કોર્ટે કહ્યું કે મનીષ સિસોદિયા જે પદ પર છે, એવી સંભાવના છે કે તે સાક્ષીઓ અને પુરાવાઓને પ્રભાવિત કરી શકે છે. દિલ્હી હાઈકોર્ટે સોમવારે કથિત એક્સાઈઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની છ સપ્તાહની વચગાળાની જામીન અરજી પર પોતાનો આદેશ સંભળાવ્યો.

મનીષ સિસોદિયાએ વચગાળાના જામીન માંગ્યા હતા
જસ્ટિસ દિનેશ કુમાર શર્માની કોર્ટે વચગાળાની જામીન અરજી પર પોતાનો ચુકાદો આપ્યો હતો. દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાને આ આધાર પર વચગાળાના જામીન માંગ્યા હતા કે તેઓ તેમની બીમાર પત્નીના એકમાત્ર કેરટેકર છે. આ કેસમાં નિયમિત જામીન માટે સિસોદિયાની અરજી હાઈકોર્ટ સમક્ષ પેન્ડિંગ છે.

ADVERTISEMENT

તિહાર જેલમાં છે સિસોદિયા
આ કેસમાં 9 માર્ચે ધરપકડ કરાયેલા સિસોદિયા તિહાર જેલમાં બંધ છે. દિલ્હી હાઈકોર્ટે શનિવારે સિસોદિયાની છ સપ્તાહની વચગાળાની જામીન અરજી પરનો આદેશ અનામત રાખ્યો હતો અને સિસોદિયાની પત્ની સીમાની તબિયત અંગે એલએનજેપી હોસ્પિટલ પાસેથી રિપોર્ટ માંગ્યો હતો.

સિસોદિયા શનિવારે પત્નીને મળવા પહોંચ્યા હતા
હાઈકોર્ટની પરવાનગી મળ્યા બાદ મનીષ સિસોદિયા શનિવારે તિહાર જેલમાંથી તેમની બીમાર પત્નીને મળવા માટે તેમના ઘરે પહોંચ્યા હતા. પરંતુ બંને મળી શક્યા ન હતા. આમ આદમી પાર્ટી (AAP)ના સૂત્રોએ જણાવ્યું કે, બગડતી તબિયતને કારણે સિસોદિયાની પત્નીને હોસ્પિટલમાં લઈ જવી પડી, જેના કારણે બંને મળી શક્યા નહીં. બાદમાં સિસોદિયા પોતાના ઘરેથી તિહાર જેલમાં પરત ફર્યા હતા. જસ્ટિસ દિનેશ કુમાર શર્માએ તિહાર જેલના સુપરિન્ટેન્ડેન્ટને સિસોદિયાને તેમના નિવાસસ્થાને લઈ જવાનો નિર્દેશ આપ્યો હતો, જ્યાં તેમને સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી તેમની પત્નીને મળવા દેવામાં આવશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT