શૈલેષ લોઢાએ ‘તારક મહેતા…’ના મેકર્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી, પૈસાને લઈને ચાલી રહ્યો છે વિવાદ
મુંબઈ: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ખૂબ જ લોકપ્રિય કોમેડી શો છે જે છેલ્લા દોઢ દાયકાથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. સફળતાની સાથે આ શો…
ADVERTISEMENT
મુંબઈ: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ખૂબ જ લોકપ્રિય કોમેડી શો છે જે છેલ્લા દોઢ દાયકાથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. સફળતાની સાથે આ શો સાથે કેટલાક વિવાદોમાં પણ સંકળાયો છે. જેમ કે હવે ‘તારક મહેતા’નું પાત્ર ભજવી રહેલા શૈલેષ લોઢાએ શોના મેકર્સ સામે ફરિયાદ નોંધાવી છે. શૈલેષ લોઢાએ શો છોડી દીધો છે. તેમનો અને નિર્માતા અસિત મોદી વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. હવે અભિનેતાએ નિર્માતાઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.
હિદુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ શૈલેષ લોઢાએ માર્ચના પહેલા સપ્તાહમાં અસિત મોદી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. અભિનેતાએ આ ફરિયાદ તેના બાકી નાણાં અને પ્રોડક્શન સાથેના મતભેદને લઈને નોંધાવી છે. ‘વાહ ભાઈ વાહ’ શો હોસ્ટ કરી રહેલા શૈલેષે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)ની મદદ લીધી છે. હવે આ મામલે મે મહિનામાં સુનાવણી થવાની છે.
શૈલેષ લોઢા અને તારક મહેતા વચ્ચે શા માટે થયો વિવાદ?
દર્શકોએ ઘણા વર્ષોથી શૈલેષ લોઢાને ‘જેઠાલાલ’ના પરમ મિત્ર ‘તારક મહેતા’ના રોલમાં જોયા છે. પરંતુ જ્યારે અચાનક અભિનેતાએ શો છોડવાની જાહેરાત કરી ત્યારે દર્શકો ચોંકી ગયા હતા. તેના શોના પ્રોડ્યુસર અસિત મોદી સાથે અવારનવાર અણબનાવના અહેવાલો આવતા હતા. ત્યારપછી આખરે શૈલેષ લોઢાએ મૌન તોડ્યું અને કહ્યું કે, નિર્માતાઓએ તેમની બાકી રકમ ચૂકવી નથી. આવી સ્થિતિમાં, ગયા વર્ષે એપ્રિલમાં, અભિનેતાએ શોને અલવિદા કહ્યું.
ADVERTISEMENT
શૈલેષ લોઢાના આરોપ પર મેકર્સનું શું કહેવું છે
જ્યારે મીડિયાએ શૈલેષ લોઢાને કાયદાકીય મામલે સવાલ કર્યો તો અભિનેતાએ જવાબ આપવાનો ઈન્કાર કરી દીધો. તેમણે કહ્યું કે, આ મામલો હવે કાયદાકીય રીતે જોડાયેલો છે. આવી સ્થિતિમાં કોઈપણ પ્રકારની ટિપ્પણી કરવી યોગ્ય નથી. TMKOCના પ્રોડક્ટ હેડ સોહિલ રામાણીએ ‘HT’ સાથે વાત કરતાં કહ્યું કે શૈલેષ લોઢા તેમના પરિવાર જેવા છે. તેણે તમામ પેપરવર્ક પૂર્ણ કર્યા પછી આવવા અને તેના લેણાં વસૂલવા માટે અભિનેતા સાથે ઘણી વખત ફોન પર વાત કરી છે. પરંતુ તે ઓફિસે આવ્યો ન હતો.
ADVERTISEMENT