આચાર્ય બન્યો હેવાન, સગીર વિદ્યાર્થિની બનાવી પોતાના હવસનો શિકાર

ADVERTISEMENT

Arvalli teacher case
Arvalli teacher case
social share
google news

મહીસાગર : જિલ્લામા શિક્ષણ જગતને કલંકિત કરતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં 52 વર્ષના આચાર્યએ પોતાની દીકરીની ઉંમરની સગીરા વિદ્યાર્થિની પર મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરી પોતાનો હવસનો શિકાર બનાવી હતી. સગીરાની પિંખી નાખતા સમગ્ર મહીસાગર જિલ્લા સહિત પટેલ સમાજમાં હાહાકાર મચી જવા પામ્યો છે. હવસના ભૂખ્યા આચાર્ય પર લોકો થું થું કરી ફિટકાર વરસાવી રહ્યા છે.

મહીસાગરનો ખુબ જ ચોંકાવનારો કિસ્સો

મહીસાગર જિલ્લાના લુણાવાડાની સ્કુલના પૂર્વ શિક્ષક અને થોડા મહિના પહેલા જ જિલ્લાના સંતરામપુર તાલુકાની જાનવડ હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે નિયુક્ત થનાર સંતરામપુર તાલુકાના સરસણ ગામના વતની રાજેશ પટેલે સગીરા સાથે મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચરી તેને પીખી નાખી છે. સમગ્ર શિક્ષણ જગતને લાંછન લગાડવાનું અને શિક્ષણ જગતને શર્મશાર કરતું કૃત્ય એક આચાર્ય દ્વારા કરવામાં આવતા સમગ્ર જીલામાં હાહાકાર મચી ગયો છે.

વિદ્યાર્થીનીને ચા પીવાના બહાને ઘરે લઇ ગયો અને…

હવસખોર રાજેશ પટેલ અગાઉ જે હાઇસ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો. ત્યાં ભોગ બનેલ વિદ્યાર્થીની અભ્યાસ કરતી હતી તેથી તે રાજેશ પટેલને ઓળખતી હતી. આ વિદ્યાર્થિનીને કોલેજ અભ્યાસ અર્થે જવાનું હોવાથી પોતાની ખરીદી માટે લુણાવાડા બજારમાં આવી હતી. ત્યારે રાજેશ પટેલ મળતા રાજેશ પટેલે વાત કરી અને કીધું બેટા ચલ મારા ઘરે ચા પીને જા બહુ સમયે આવી છે તેમ કહી એકાંત સ્થળે લઈ જઈ આચાર્ય રાજેશ પટેલે વિદ્યાર્થીનીની ભોળવી મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. સગીરાને પીંખી નાખી હતી અને ત્યારબાદ સગીરાને તેનાં ગામની સીમમા છોડી રાજેશ પટેલ ભાગી છૂટયો હતો.

ADVERTISEMENT

પોલીસ દ્વારા પોક્સો હેઠળ કેસ દાખલ કરાયો

હવસખોર રાજેશ પટેલે સગીરાને પોતાનો હવસનો શિકાર બનાવી પીંખી નાખી હતી. સગીરાને જ્યારે સગીરાને પરિવારજનોએ પૂછતા હકીકત જણાવતા યુવતીના પરિવારજનોને જાણ થતા યુવતીને લઈ તરત લુણાવાડા સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં યુવતી હાલ સરકારી હોસ્પિટલમાં વધારે સારવાર હેઠળ છે. પરિવારજનોએ લુણાવાડા પોલીસ સ્ટેશન જાણ કરતા પોલીસે ઘટનાની ગંભીરતા જોઈ આરોપી વિરુદ્ધ પોસ્કો હેઠળ ગુનો દાખલ આગળની કાર્યવાહી હાથ ધરી છે અને લુણાવાડા ટાઉન પોલીસે હવસખોર આરોપી રાજેશ પટેલને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
(વિથ ઇનપુટ વિરેન જોશી)

    follow whatsapp

    ADVERTISEMENT