AAP ના વધારે એક સાંસદને ઝટકો, હનીમુન પહેલા જ સરકારે બંગલો ખાલી કરાવ્યો

ADVERTISEMENT

Raghav Chaddha Punjab MP
Raghav Chaddha Punjab MP
social share
google news

નવી દિલ્હી : પંજાબમાં આમ આદમી પાર્ટી તરફથી રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાને સરકારી બંગ્લો ખાલી કરવા માલે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે રાઘવ ચડ્ઢાને ટાઇપ-7 બંગલો ખાલી કરવા માટેનો આદેશ આપ્યો છે.

પંજાબમાંથી આપના રાજ્યસભા સાંસદને મોટો ઝટકો

પંજાબમાંથી આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને સરકારી બંગલો ખાલી કરવા મામલે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે રાઘવ ચઢ્ઢાને ટાઇપ-7 બંગલો ખાલી કરવાનો આદેશ આપ્યો છે. રાજ્યસભા સચિવાલયના વકીલે દલિલ આપતા કહ્યું કે, રાજ્યસભા સાંસદ હોવાના નાતે રાઘવ ચઢ્ઢાને ટાઇપ-6 બંગલો ફાળવી શકાય, તેમને ટાઇપ-7 બંગલો ન આપી શકાય. રાજ્યસભા સચિવાલયની નોટિસ વિરુદ્ધ રાઘવ ચઢ્ઢા કોર્ટ પહોંચી ગયા હતા.

કોર્ટે વચગાળાના સ્ટેને હટાવી દીધો

આ મામલે પટિયાલા હાઉસ કોર્ટે રાઘવ ચઢ્ઢાને બંગલો ખાલી કરવાના માલે લગાવાયેલો અંતિમ રોકને હટાવી દેવાઇ છે. પટિયાલા હાઉસ કોર્ટે રાઘવ ચઢ્ઢાને બંગલો ખાલી કરવા માટે જણાવ્યું છે. સાથે જ કોર્ટે રાજ્યસભા સચિવાલયના બંગલો ખાલી કરવા માટેની નોટિસને યોગ્ય ઠેરવી છે.

ADVERTISEMENT

સરકારી બંગલા અંગેના વિશેષાધિકારની વાત કરી હતી

કોર્ટે કહ્યું કે, રાઘવ ચઢ્ઢાને ફાળવણી 3 માર્ચ, 2023 ને રદ્દ કરી દેવામાં આવી હતી. રાઘવે દાવો નથી કરી શક્યા કે તેમને રાજ્યસભા સભ્ય તરીકે પોતાના સંપુર્ણ કાર્યકાળ દરમિયાન સરકારી મકાન પર કબ્જો યથાવત્ત રાખવાનો અધિકાર છે. સરકારી આવાસ ફાળવણી માત્ર તેમને અપાયેલો વિશેષાધિકાર છે.

ચઢ્ઢાને ટાઇપ 6 બંગલો ફાળવવામાં આવ્યો હતો

ગત્ત વર્ષે રાઘવ ચઢ્ઢાને ટાઇપ-6 બંગલો ફાળવવામાં આવ્યો હતો. ગત્ત વર્ષે જ રાઘવ ચઢ્ઢાએ રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડને ટાઇપ-7 મકાન ફાળવવાની અપીલ કરતા એક પ્રતિવેદન સોંપ્યું હતું. રાજ્યસભા સચિવાલય ચઢ્ઢાને નવી દિલ્હીમાં ટાઇપ-7 બંગલો ફાળવાયો હતો. સામાન્ય રીતે તેવા સાંસદોને અપાય છે જેઓ પૂર્વ કેન્દ્રીય મંત્રી, રાજ્યપાલ અથવા મુખ્યમંત્રી રહ્યા હોય છે. આ વર્ષે માર્ચમાં તેમને જણાવવામાં આવ્યું કે, ફાળવણી રદ્દ કરી દેવામાં આવ્યું છે, કારણ કે ટાઇપ-7 બંગલો તેમની પાત્રતા અનુસાર નહોતું તેમને એક વધારે ફ્લેટ ફાળવવામાં આવ્યો હતો.

ADVERTISEMENT

કોર્ટમાં લાંબા સમયથી કેસ ચાલી રહ્યો હતો

જેની વિરુદ્ધ કેસ દાખલ કર્યો અને આ ચુકાદાને રદ્દ કરવાની વિરુદ્ધ રોક લગાવવાની માંગ કરી. ચઢ્ઢાએ કહ્યું કે, ફાળવણી મનફાવે તે પ્રકારે કરીને રદ્દ કરી દેવામાં આવી હતી. આ વાત તેમને ત્રણ માર્ચ 2023 ના પત્રના માધ્યમથી જણાવાઇ હતી. ત્યાર બાદ કોર્ટે 18 એપ્રીલે રાજ્યસભા સચિવાલયના તે નિર્ણય પર પ્રતિબંધ લગાવી દીધો, જેમાં તેણે ચઢ્ઢાને પોતાના ટાઇપ-7 આવાસને ખાલી કરવા માટે જણાવ્યું હતું. આ આદેશને રાજ્યસભા સચિવાલયે પડકાર ફેંક્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT