AAP ના ધારાસભ્ય ક્ષેત્રમાં કરાવે છે બિનકાયદેસર વસુલી, ઓડિયો લિક થતા હોબાળો
નવી દિલ્હી : આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નરેશ બાલ્યાન એકવાર ફરીથી ચર્ચામાં છે. આ વખતે એક સમાચાર ચેનલ પર દેખાડવામાં આવેલી કથિત ઓડિયો ક્લિપ અંગે…
ADVERTISEMENT
નવી દિલ્હી : આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નરેશ બાલ્યાન એકવાર ફરીથી ચર્ચામાં છે. આ વખતે એક સમાચાર ચેનલ પર દેખાડવામાં આવેલી કથિત ઓડિયો ક્લિપ અંગે આપના ધારાસભ્ય ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. દાવો કરવામાં આવ્યો છે કે, નરેશ બાલ્યાનની ફોન પર કુખ્યાત ગેંગસ્ટર કપિલ સાંગવાન દ્વારા કથિત વસુલી અંગે વાતચીત થઇ રહી છે. એક સમાચાર ચેનલે નરેશ બાલ્યાનનો આ કથિત ઓડિયો ક્લિપ ચલાવી છે.
ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે
જો કે GujaratTak આ આપ નેતાની કોઇ ઓડિયો ક્લિપની પૃષ્ટી નથી કરતું. આ ઓડિયો ક્લિપ અંગે દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ક્લિપમાં કથિત રીતે AAP ધારાસભ્ય કહી રહ્યા છે કે, કોના પર કરવાનું છે. તેના જવાબમાં ગેંગસ્ટર એવું છે કે, મારી નજરમાં તો એક ગુરૂચરણ બિલ્ડર છે અને એક પુરન સેક્ટર છે. તમે કરાવી દો, તો હું ફોન કરાવી દઉ.
ADVERTISEMENT
ભાજપે આમ આદમી પાર્ટીના નેતાઓ પર શાબ્દિક પ્રહારો
બીજી તફ ઓડિયો ક્લિપ સામે આવ્યા બાદ દિલ્હી ભાજપ આમ આદમી પાર્ટી અને દિલ્હી સરકાર પર હુમલો કરી રહી છે. દિલ્હી ભાજપ ચીફ વીરેન્દ્ર સચદેવાએ તો અરવિંદ કેજરીવાલ પાસે માંગ પણ કરી દીધી કે તેઓ પોતાના ધારાસભ્યનું રાજીનામું લે. વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે, અરવિંદ કેજરીવાલના ધારાસભ્ય નરેશ બાલ્યાન ગેંગસ્ટરને મળીને વસુલીનું કામ કરી રહ્યા છે, કેજરીવાલને તુરંત તેમનું રાજીનામું લેવું જોઇએ.
ADVERTISEMENT
ભાજપ સાંસદે આપ નેતાની ઝાટકણી કાઢી
ADVERTISEMENT
ભાજપ સાંસદ પરવેશ વર્માએ પણ આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું છે. પ્રવેશ વર્માએ કહ્યું કે, કેજરીવાલના ધારાસભ્ય નરેશ બાલ્યાન પોતાના ક્ષેત્રની જનતાની સાથે જ ધોખા કરી રહી છે. અને ગેંગસ્ટર દ્વારા જનતા પાસે જ વસુલી કરી રહી છે. અમારી દિલ્હી પોલીસે ભલામણ કરી છે કે, તેઓ તુરંત જ નરેશ બાલ્યાનની ધરપકડ કરે જેથી તેઓ દેશ છોડીને ભાગી ન શકે.
આપના અનેક નેતાઓ કૌભાંડમાં સંડોવાયેલા છે
ભાજપ સાંસદ પરવેશ વર્માએ કહ્યું કે, તેમના એક મંત્રી મહિલા સાથે આરોપો હટાવાય છે. એક તેમનો સ્વાસ્થય મંત્રી હવાલાનો વ્યાપાર કરે છે જે આજે ડોઢ વર્ષથી જેલમાં બંધ છે. એક તેમનો ઉપમુખ્યમંત્રી દારૂ ગોટાળા કરે છે. તે તિહાડ જેલમાં છે. તેમના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનની પણ ધરપક કરવામાં આવી છે.
ADVERTISEMENT