AAP ની ગઠબંધનની જાહેરાત, ગુજરાત કોંગ્રેસ નેતાઓએ હાથ અદ્ધર કર્યા, કહ્યું અમને ખબર નથી

ADVERTISEMENT

AAP Announce Alliance with Congress
AAP Announce Alliance with Congress
social share
google news

ગાંધીનગર : આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંન્ને I.N.D.I.A ગઠબંધન હિસ્સો છે. જો કે આ ચૂંટણી ગઠબંધન અંગે ચાલી રહેલી વાતચીત હાલ પ્રાથમિક સ્તર પર છે. એવા સમયે જ જણાવવામાં આવશે કે, ગુજરાતમાં સીટની વહેંચણીના ફોર્મ્યુલા હેઠળ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંન્ને મળીને આગામી લોકસભા ચૂંટણી લડી શકે છે કે નહી.

આમ આદમી પાર્ટી દ્વારા ગઠબંધનની જાહેરાત કરી દેવાઇ

સમાચાર એજન્સી પીટીઆઇના રિપોર્ટ અનુસાર ભાજપે કહ્યું કે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સંભવિત ગઠબંધનથી સત્તારૂઢ પાર્ટીની ચૂંટણી સંભાવનાઓ પર કોઇ અસર નહી પડે. ભાજપે આમ આદમી પાર્ટીને કોંગ્રેસની બી ટીમ ગણાવી હતી. આમ આદમી પાર્ટીની ગુજરાત એકમના પ્રમુખ ઇસુદાન ગઢવીએ અહીં પત્રકારોને કહ્યું કે, બધુ જ યોજના અનુસાર થયું, તો હું ગેરેન્ટી આપુ છું કે, ભાજપ આ વખતે 26 માંથી 26 સીટો નહી જીતી શકે. તેમણે કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે જ અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી I.N.D.I.A ગઠબંધનમાં જોડાઇ છે.

ADVERTISEMENT

ઇસુદાન ગઢવીએ તો સર્વે પણ શરૂ કરી દેવાયાનો દાવો કર્યો

ઇસુદાન ગઢવીએ જણાવ્યું કે, આમ આદમી પાર્ટીની ગુજરાત એકમને તે સીટો અંગે સંશોધન કરવાનું શરૂ કરી દીધું છે, જે અંગે પાર્ટી ઉમેદવાર ઉતારી શકે છે. ગુજરાત આમ આદમી પાર્ટી પ્રમુખના અચાનક આ જાહેરાત અંગે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસે કહ્યું કે, હાલ અંતિમ નિર્ણય થવાનો બાકી છે. કેન્દ્રીય નેતૃત્વ જ તેનો નિર્ણય લેશે.

ADVERTISEMENT

ADVERTISEMENT

કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું અમને ગઠબંધન અંગે માહિતી નથી, નિર્ણય કેન્દ્રીય સ્તરેથી થશે

ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું કે, મને હાલમાં જ આમ આદમી પાર્ટીની જાહેરાત અંગે માહિતી મળી છે. જો કે અન્ય દળો સાથે સીટોની વહેંચણી અંગેની સમજુતી કેન્દ્રીય નેતૃત્વ દ્વારા અંતિમ રૂપ આપવામાં આવશે. ચૂંટણી પૂર્વ ગઠબંધન અંગે નિર્ણય લેવો કેન્દ્રીય નેતૃત્વનો વિશેષાધિકાર છે. કેન્દ્રીય નેતૃત્વ જ્યારે આ અંગે મંતવ્ય જાણવા માંગશો તો રાજ્ય નેતૃત્વ તેના પર ચર્ચા કરશે. ગુજરાત કોંગ્રેસ રાષ્ટ્રીય નેતાઓને નિર્દેશનું જ પાલન કરશે.

ભાજપે કહ્યું કે દુશ્મનો હવે દોસ્ત બની રહ્યા છે

જો કે ભાજપે આપની જાહેરાતને કોઇ મહત્વ આપવાનો ઇન્કાર કર્યો હતો. ગુજરાત ભાજપના નેતા રુત્વિજ પટેલે કહ્યું કે, અમે છેલ્લા બે કાર્યકાળથી ગુજરાતમાં તમામ 26 લોકસભા સીટો જીતી રહ્યા છીએ. આ વખતે અમારુ લક્ષ્ય દરેક સીટ 5 લાખ કરતા વધારે મતથી જીતવાનો છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભાજપની સરકાર વિશ્વસ્ત છે. અમને જનતા પર અને જનતાને અમારા કામ પર વિશ્વાસ છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને આપ એકબીજા વિરુદ્ધ લડ્યા હતા. કોંગ્રેસને 17 અને આપને 5 સીટ મળી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT