રાઘવ ચઢ્ઢા-પરિણીતી ચોપરાનું ગોઠવાઈ ગયું? AAPના સાંસદે તો શુભકામના પણ પાઠવી દીધી
નવી દિલ્હી: બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા આ દિવસોમાં પોતાના રિલેશનશિપના સમાચારોને લઈને ચર્ચામાં છે. પરિણીતીનું નામ આમ આદમી પાર્ટી (AAP)ના સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે જોડવામાં…
ADVERTISEMENT
નવી દિલ્હી: બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા આ દિવસોમાં પોતાના રિલેશનશિપના સમાચારોને લઈને ચર્ચામાં છે. પરિણીતીનું નામ આમ આદમી પાર્ટી (AAP)ના સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે જોડવામાં આવી રહ્યું છે. બંને એકબીજા સાથે રિલેશનશિપમાં હોવાના અહેવાલો છે. પરિણીતી અને રાઘવ ચઢ્ઢાના ડેટિંગની ચર્ચાઓ વચ્ચે, હવે AAP સાંસદ સંજીવ અરોરાએ તેમના ટ્વિટ દ્વારા તેમના સંબંધોની પુષ્ટિ કરી છે.
AAP સાંસદ પરિણીતી અને રાઘવ ચઢ્ઢાને આપ્યા અભિનંદન
પરિણીતી ચોપરાએ અત્યાર સુધી રાઘવ ચઢ્ઢા સાથેના તેના સંબંધોની ખબર પર મૌન સેવ્યું છે. ચાહકો તેની પ્રતિક્રિયાની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ આ દરમિયાન, AAP સાંસદ સંજીવ અરોરાએ બંનેને અભિનંદન આપ્યા છે અને પરિણીતી અને રાઘવ ચઢ્ઢાના સંબંધમાં હોવાના સમાચારની પુષ્ટિ કરી છે.
સંજીવ અરોરાએ પોતાના ટ્વિટમાં પરિણીતી અને રાઘવ ચઢ્ઢાનો ફોટો શેર કર્યો છે. બંનેના ફોટોની સાથે તેણે કેપ્શનમાં લખ્યું- હું રાઘવ ચઢ્ઢા અને પરિણીતીને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. હું આશા રાખું છું કે બંનેનું મિલનને પ્રેમ, આનંદ અને સોબતથી ભરેલું રહે. રી શુભેચ્છાઓ!
ADVERTISEMENT
I extend my heartfelt congratulations to @raghav_chadha and @ParineetiChopra. May their union be blessed with an abundance of love, joy, and companionship. My best wishes!!! pic.twitter.com/3fSWVT4evR
— Sanjeev Arora (@MP_SanjeevArora) March 28, 2023
હોટલમાં સાથે લંચ કરતા જોવા મળ્યા હતા
AAPના સાંસદ રાઘવ ચઢ્ઢા અને એક્ટ્રેસ પરિણીતી ચોપરા ગુરુવારે મુંબઈની એક રેસ્ટોરામાં લંચ કરવા ગયા હતા. આ જ દિવસે બંનેએ બાંદ્રાની એક રેસ્ટોરન્ટમાં ડિનર પણ કર્યું હતું. આ દરમિયાન આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થવા લાગ્યો હતો. જેના પર લોકો સવાલ કરવા લાગ્યા કે આ બંને લોકો વચ્ચે કંઈક ચાલી રહ્યું છે, જ્યારે કેટલાક લોકોએ એવો સવાલ પણ શરૂ કર્યો કે પરિણીતી ચોપરા રાજકારણમાં આવવાનું તો નથી વિચારી રહી ને.
ADVERTISEMENT
રાઘવ ચઢ્ઢાના પરિણીતી ચોપરા વિશે પૂછવામાં આવ્યો હતો આવો સવાલ
ANI ન્યૂઝ એજન્સીના રિપોર્ટરે રાઘવ ચઢ્ઢાને પૂછ્યું કે, તમે અભિનેત્રી પરિણીતી ચોપરા સાથે જોવા મળ્યા છો. શું તમારા લગ્નના સમાચાર પણ તેમની સાથે આવી રહ્યા છે? શું તમે ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છો? રાઘવ ચઢ્ઢા આ સવાલના જવાબ પર પહેલા કંઈ બોલતા નથી અને માત્ર હસતા હસતા પોતાની કાર તરફ આગળ વધી જાય છે.
ADVERTISEMENT
રાઘવ ચઢ્ઢાએ પરિણિતી ચોપરા સાથે લગ્ન કરવાના સવાલ પર આપ્યો આવો જવાબ
જ્યારે રાઘવ ચઢ્ઢાને પત્રકારને વારંવાર પરિણીતી ચોપડા વિશે સવાલ પૂછ્યો ત્યારે તેમણે કહ્યું કે, મેં તમને પરિણીતીને નહીં પરંતુ રાજકારણ પર સવાલ કરવાનું કહ્યું હતું. આ પછી, તે આગળ વધે છે અને કહે છે કે જ્યારે તેઓ લગ્ન કરશે, ત્યારે તે બધાને તેના વિશે જાણ કરશે.
ADVERTISEMENT