રોબોટ બન્યો યમરાજ, યુવકને ઉતાર્યો મોતને ઘાટ; હવે કોને થશે સજા?

ADVERTISEMENT

gujarattak
social share
google news

Robot Crushes Human: હોલિવૂડની ફિલ્મોમાં ઘણીવાર જોવા મળતું હતું કે ટર્મિનેટર જેવા રોબોટ માણસનો જીવ લઈ લે છે. પરંતુ આ ઘટના રિયલ લાઈફમાં પણ જોવા મળી છે. જી હાં, સાઉથ કોરિયામાં એક રોબોટે એક યુવકને બોક્સ સમજીને મોતને ઘાટ ઉતારી દીધો. ખરેખર, રોબોટ મશીન એ સમજવામાં નિષ્ફળ રહ્યું કે તે કોઈ વ્યક્તિ છે કે બોક્સ. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે આખરે હવે કોને સજા થશે? તમને જણાવી દઈએ કે લાંબા સમયથી રોબોટ્સના ઉપયોગને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે.

શા માટે કોઈ નિયમો નથી

તમને જણાવી દઈએ કે, રોબોટ્સ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને મશીન લર્નિંગની મદદથી કોઈપણ કામ કરવા માટે ડિઝાઈન કરવામાં આવે છે, પરંતુ ઘણી વખત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને મશીનો એ સમજવામાં નિષ્ફળ જાય છે કે સામે દેખાતી વસ્તુ શું છે? રોબોટના જોખમોથી બચવા માટે કાયદો બનાવવાની માંગ ઉઠી રહી છે. સાથે જ મશીનના ઓટોમેશનને લઈને પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પોલીસ કરી રહી છે તપાસ

તમને જણાવી દઈએ કે, એક 40 વર્ષીય યુવક રોબોટિક્સ કંપનીનો કર્મચારી હતો, જે ગત મંગળવારે રાત્રે રોબોટના સેન્સર ચેક કરી રહ્યો હતો. પરંતુ આ દરમિયાન રોબોટે યુવકને બોક્સ સમજી લીધો અને તેને પકડી લીધો, જે બાદ તેને કન્વેયર બેલ્ટ સામે ધક્કો માર્યો, તેનાથી તેનો ચહેરો અને છાતી કચડાઈ ગઈ. પોલીસનું માનીએ તો આવું રોબોટમાં ખામીને કારણે થયું છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

ADVERTISEMENT

બાળકની તોડી નાખી હતી આંગળી

આ વર્ષે માર્ચમાં 50 વર્ષીય એક સાઉથ કોરિયન શખ્સ ઓટોમોબાઈલ પાર્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં કામ કરતી વખતે રોબોટના કારણે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. ગત જુલાઈ મહિનામાં રશિયામાં એક બાળક રોબોટ સાથે ચેસ રમી રહ્યો હતો, તે દરમિયાન રોબોટે બાળકની આંગળી તોડી નાખી હતી.

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT