ભોપાલથી દિલ્હી જતી વંદે ભારત ટ્રેનમાં લાગી આગ, મુસાફરોના જીવ તાળવે ચોંટયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: ભોપાલથી દિલ્હી જતી વંદે ભારત ટ્રેનમાં આગ લાગી. મળતી માહિતી મુજબ, આજે સોમવારે સવારે કુરવાઈ સ્ટેશન નજીક રાણી કમલાપતિ રેલવે સ્ટેશનથી નિઝામુદ્દીન જવા નીકળેલી વંદે ભારત ટ્રેનની C14 બોગીમાં બેટરીમાં આગ ફાટી નીકળી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.

રાણી કમલાપતિથી નિઝામુદ્દીન જઈ રહેલી વંદે ભારત ટ્રેનના C-14 કોચમાં આગ લાગી હતી. ટ્રેન નંબર 20171 ભોપાલ-હઝરત નિઝામુદ્દીન વંદે ભારત સવારે 5.40 વાગ્યે રવાના થઈ હતી. આગ લાગવાની ઘટના બીના પહેલા બની હતી.ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરના જણાવ્યા અનુસાર આગ બેટરીથી લાગી હતી. આગની જાણ થતાં જ ટ્રેનને રોકી દેવામાં આવી હતી અને તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.

મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા
ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોના જણાવ્યા અનુસાર કોચ સી-14માં બેટરીની નજીક ધુમાડો નીકળ્યો હતો. ત્યાર બાદ બેટરી બોક્સમાંથી જ્વાળાઓ બહાર આવવા લાગી. બીના રેલ્વે સ્ટેશન પહેલા, કુરવાઈ કેથોરા ખાતે ટ્રેનને રોકી દેવામાં આવી હતી અને મુસાફરો સુરક્ષિત રીતે ઉતરી ગયા હતા.

ADVERTISEMENT

વંદે ભારત ટ્રેનમાં કોંગ્રેસના નેતા અજય સિંહ, IAS અવિનાશ લાવાનિયા અને અન્ય ઘણા VIP પ્રવાસ કરી રહ્યા હતા. ઘટના બાદ સમગ્ર ટ્રેનને ખાલી કરાવવામાં આવી હતી. DRM ભોપાલ સૌરભ બંદોપાધ્યાયે જણાવ્યું કે, ‘ધુમાડો વધતો જોઈ ગાર્ડે ટ્રેન રોકી દીધી.’ CPRO રાહુલ શ્રીવાસ્તવે જણાવ્યું કે, ‘ટ્રેન મોડી પડે તો મુસાફરો માટે વધારાના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.’

    follow whatsapp

    ADVERTISEMENT